________________
[ પર]
શ્રી કપૂરવિજયજી વિનાના ભેજનમાં શે રસ છે?” એ વચનથી જાણી લેવું. પરબ્રહ્મ તો ગોરસ–વાણીથી બાહ્ય છે. “ચો વારો નિર્તને અકાળ મનના ” જેથી મન સહિત વાણ પ્રાપ્તિ થયા સિવાય પાછી ફરે છે–એવું વેદવાકય છે. “અgશરૂ ઘડ્યું વસ્થિ” (આચા- અ. પ, ઉ. ૬)વર્ણાદિ અવસ્થા રહિત આત્માના સ્વરૂપને કહેવા માટે કઈ પણ પદ સમર્થ નથી. ઈત્યાદિ સિદ્ધાન્તના વચનથી જાણવું. એ પ્રમાણે બે અર્થ કહ્યા. અહીં વ્યતિરેકાલંકાર છે.
विषयोर्मिविषोद्गारः, स्यादप्तस्य पुद्गलैः । ज्ञानतृप्तस्य तु ध्यान-सुधोद्गारपरम्परा ॥ ७ ॥
પુદગળવડે નહીં ધરાતા મુગ્ધ જીવને જ્યારે વિષયવિકારને વધારનાર માઠા ઝેરી ઉદ્દગાર (ઓડકાર) આવે છે ત્યારે આત્મસંતોષી જ્ઞાની પુરુષને તે સાચા ધ્યાનરૂપી અમૃતના ઉગારે જ આવ્યા કરે છે. તેમનું કેવું સદભાગ્ય ? ૭.
પુદ્ગલથી તૃપ્ત નહિ થયેલાને વિષયના કોલરૂપી ઝેરના અશુભ ઓડકાર હોય છે અને જ્ઞાનથી તૃપ્તિ થયેલાને તો ધ્યાનરૂપ અમૃતના ઓડકારની પરમ્પરા હેાય છે.
બહુ પુદગલભેજન તે વિષજન છે, તેથી વિષયવિષના અજીર્ણ માઠા ઓડકાર આવે અને જ્ઞાનામૃતનું ભજન કરનાર મહાતૃપ્તિવંતને અમૃતના ઓડકાર જ આવે. એ મહાતૃપ્તિનું લક્ષણ છે.
सुखिनो विषयावृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो। भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥ ८॥