________________
[૫૬],
શ્રી કપૂરવિજયજી થાય છે અને ક્રિયાવાળે લિપ્તપણાની દષ્ટિએ શુદ્ધ થાય છે. એટલે લેપ ટાળવા અભ્યાસને અવલંબે છે.
ज्ञानक्रियासमावेशः, सहैवोन्मीलने द्वयोः। भूमिकाभेदतस्त्वत्र, भवेदेकैकमुख्यता ॥ ७ ॥ નિશ્ચય અને વ્યવહાર એ ઉભય દષ્ટિનું સાથે જ પ્રગટનવિકસન થતાં જ્ઞાન અને ક્રિયા ઉભયનો સમાવેશ થવા પામે છે; પરંતુ સ્થાનવિશેષથી તે પ્રસ્તાવે એક એકની મુખ્યતા હોય છે. ૭.
બને દષ્ટિને સાથે જ વિકાસ થતાં જ્ઞાન અને ક્રિયાને સમાવેશ—એકીભાવ હોય છે અને ગુણસ્થાનકરૂપ ભૂમિકાના ભેદથી અહીં જ્ઞાન-ક્રિયામાં એક એકની મુખ્યતા હોય છે. ધ્યાનદશામાં જ્ઞાનની મુખ્યતા અને વ્યવહારદશામાં ક્રિયાની મુખ્યતા હોય છે.
सज्ञानं यदनुष्ठानं, न लिप्तं दोषपङ्कतः । शुद्धबुद्धस्वभावाय, तस्मै भगवते नमः ॥ ८॥ જ્ઞાનયુક્ત જેનું અનુષ્ઠાન (આચરણ) રાગદ્વેષાદિક દેષમળથી લેપાયું હોતું નથી તેવા શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળા પૂજ્ય સાધુજનને નમસ્કાર હો ! જેમની ક્રિયા (કરણ) સમજપૂર્વક નિરાશંસ ભાવે (આશંસા વગર) કેવળ આત્મશુદ્ધિ નિમિત્તે જ કરાતી હોવાથી શુદ્ધ-નિર્દોષ છે અને તીણ ઉપયોગ (આત્મલક્ષ) સહિત જ કરાતી હોવાથી આત્મવિશુદ્ધિ કરવાને સમર્થ છે એવા પવિત્ર આત્માઓને નમસ્કાર થાઓ. ૮.
જેનું જ્ઞાન સહિત ક્રિયારૂપ અનુષ્ઠાન દોષરૂપ કચરાથી લેપાયેલું નથી એવા, શુદ્ધ, નિર્મળ, બુદ્ધકેલ્કીર્ણ જ્ઞાનરૂપ સ્વભાવ છે જેને એવા તે ભગવંતને નમસ્કાર હો !