________________
[૫૪]
શ્રી કર્ખરવિજયજી વને કર્તા, હર્તા, સહાયક ને અનુમોદક ન જ હોઈ શકે, એવું નિશ્ચયષ્ટિથી સમજનાર દેષ-મળથી ન જ લેપાય. ૨.
હું પૈગલિક ભાવોને કરનાર, કરાવનાર અને અનુમોદન કરનાર નથી, એવા સમભાવવાળા આત્મજ્ઞાની (કર્મથી) કેમ લેપાય?
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञ्जनेनेव, ध्यायनिति न लिप्यते ॥ ३॥
જેમ આકાશ અંજનથી લેવાતું નથી તેમ અરૂપી આત્મા પણ વાસ્તવિક રીતે કર્મ-લેપથી લેપાતો નથી. ફક્ત પુદ્ગલ જ પુદુગળો વડે લેપાય છે એમ ચિન્તવનાર કર્મ—મળથી લેપાતો નથી. ૩.
પુદગલને સ્કન્ધ પુદ્ગલવડે સંક્રમાદિ ઉપચયે (પૂર્વના પદ્રલે સાથે બીજા પુદગલના મળવાવડે ઉપચય થવાથી ) લેપાય છે, પણ હું લપાતો નથી. જેમ ચિત્રામણવાળું (વિવિધ વર્ણવાળું) આકાશ અંજનથી લેપાતું નથી–એ પ્રમાણે ધ્યાન કરતો આત્મા લેપાત નથી-કર્મથી બંધાતો નથી.
लिप्तताज्ञानसंपात-प्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमनस्य, क्रिया सर्वोपयुज्यते ॥ ४ ॥ નિર્લેપ-દષ્ટિવાળાની સઘળી સતકરણ રાગદ્વેષ અને મમતાદિક વિભાવમાં જતા ઉપગને વારવા માટે હોય છે, તેથી તે સકામ નિર્જરા કરનારી થવા પામે છે. ૪.
નિલેપ જ્ઞાનમાં મગ્ન એટલે “હું નિર્લેપ છું” એવી જ્ઞાનધારામાં આરૂઢ થયેલા યેગીની સર્વ ક્રિયાઓ વ્યુત્થાનદશામાં વ્યવહારભાવથી લિપ્તપણાના જ્ઞાનના સંપાતનું–આગમનનું