________________
[ ૪૬ ]
શ્રી કપૂરવિજયજી - ગુણવંતના બહુમાનાદિપૂર્વક સ્વદેષના ભાન સાથે તેને ટાળવા કાયમી લક્ષભરી લાગણી રાખવારૂપ સતક્રિયાવડે પેદા થયેલ શુભ ભાવ ટકી રહે છે અને અવનવે શુભ ભાવ સહેજે પણ પેદા થાય છે. ૫.
અધિક ગુણવંતના બહુમાનાદિવડે (આદિ શબ્દથી પાપની જુગુપ્સા, અતિચારની આચના-વ્રતમાં લાગેલા દોષે સદગુરુ સમક્ષ પ્રગટ કરવા, દેવગુરુની ભક્તિ અને ઉત્તર ગુણની શ્રદ્ધા લેવી.) તથા લીધેલા નિયમને હમેશાં સંભારવાવડે સક્રિયાશુભ ક્રિયા ઉત્પન્ન થયેલા ભાવને ન પાડે, તેનો નાશ ન કરે અને નહિ ઉત્પન્ન થએલા ભાવને પણ ઉત્પન્ન કરે. એ સંબધે વિંશતિકામાં શ્રીમાન્ હરિભદ્રાચાર્યે કહ્યું છે કે – “ तम्हा णिच्चसईए बहुमाणेणं च अहिगतगुणम्मि । पडिवक्खदुर्गच्छोए परिणइआलोअणेणं च ॥ तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए अ । उत्तरगुणसद्धाए पत्थ सया होइ जइअव्वं ॥ एवमसंतो वि इमो जायइ जाओ अ न पहइ कयावि । ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वो ॥"
श्रावकधर्मविंशिका गा० ९-१८ તે માટે વ્રતનું નિત્ય સ્મરણ, ગણી જનેનું બહુમાન, વ્રતના પ્રતિપક્ષની જુગુપ્સા, પરિણામની આલોચના, તીર્થ કરની ભક્તિ, સુસાધુ પુરુષની સેવા અને ઉત્તરગુણની શ્રદ્ધાવડે અહીં સદા પ્રયત્ન કરવા યોગ્ય છે. એ પ્રમાણે કરનારને જે ભાવ ઉત્પન્ન ન થયા હોય તે થાય છે અને થયો હોય છે તે કદી પણ પડતો નથી, તેથી બુદ્ધિમાન પુરુષે અહીં પ્રમાદને ત્યાગ કરે–સાવધાન થવું. ”