________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૭ ] क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भाव-प्रवृद्धिर्जायते पुनः ॥ ६ ॥
યથામતિ ને યથાશક્તિ જે શુભ ક્રિયા કરવામાં આવે છે તેવડે ઢીલા પડી ગયેલ–શિથિલ પરિણામી થયેલને પણ શુભ ભાવની વૃદ્ધિ ફરી થવા પામે છે. ૬.
ક્ષાપશમિક ભાવે વર્તતાં તપ–સંયમને અનુકૂળ જે ક્રિયા કરાય છે, તે ક્રિયાનડે ( શુભ ભાવથી ) પડી ગયેલાને પણ તે ભાવની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે – "खाओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्ठाणं ।। पडिवडियं पि हु जायइ पुणो वि तब्भावबुढिकरं ॥"
३ पंचाशक गा० ३४ ક્ષાપશમિક ભાવમાં વર્તતાં દઢ પત્નથી કરેલું શુભ અનુષ્ઠાન પતિત પડી ગયેલાને પણ ફરીથી તે ક્ષાપશમિક વની વૃદ્ધિ કરનાર થાય છે. गुणवृद्ध्यै ततः कुर्यात् , क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं, जिना नामवतिष्ठते ॥ ७ ॥
એટલા માટે સ્વગુણની વૃદ્ધિ અર્થો તેમ જ અતિચારાદિક દેષરૂપ ખલના દૂર કરવા અર્થે આ ન્નતિ ઈછનારે ઉચિત ક્રિયા કાયમ કરવી જોઈએ; કારણ કે એક સરખું વિશુદ્ધ સંયમસ્થાન તો સર્વજ્ઞ વીતરાગ પરમાત્માઓને જ હોઈ શકે છે. ૭.
તે હેતુથી ગુણની વૃદ્ધિ કરવા માટે અથવા ગુણથી પડી ન જવાય તે માટે ક્રિયા કરવી જોઈએ. એક સંયમસ્થાન તો કેવલજ્ઞાનીને જ સ્થિર રહે છે.