________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૪૫ ] ક્રિયારહિત એલું જ્ઞાન અનર્થક-મેક્ષરૂપ ફળ સાધવાને અસમર્થ છે. માર્ગને જાણનાર પણ પાદવિહાર–ગમન કર્યા સિવાય ઈચ્છિત નગરે પહોંચતો નથી.
खानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । ઘીવર વગડ, તૈપૂર્યાદિ થr | રૂ .
સ્વયંપ્રકાશી દીવો પણ તેલ પૂરવું અને વાટ કરવી વિગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણ જ્ઞાની પણ સ્વઅનુકૂળ ક્રિયાની યોગ્ય અવસરે અપેક્ષા રાખે છે. ૩.
જેમ દીવો પોતે સ્વપ્રકાશરૂપ છે, તે પણ તેલ પૂરવા વિગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂલ ક્રિયાની અપેક્ષા રાખે છે. (અર્થાત્ પૂર્ણ જ્ઞાનીને પણ અવસરે સ્વભાવને અનુકૂળ ક્રિયાની આવશ્યકતા છે. )
बाह्यभावं पुरस्कृत्य, ये क्रियां व्यवहारतः । वदने कवलक्षेपं विना ते तृप्तिकारिणः ॥ ४ ॥ ક્રિયાને બાહ્યભાવરૂપ જણાવી જે તેને વ્યવહારથી નિષેધ કરે છે તે અવિચારી જને મુખમાં કેળીઓ નાંખ્યા વગર જ તૃપ્તિને ઈચ્છે છે. ૪. - બાહ્ય ક્રિયાના ભાવને આગળ કરીને જેઓ વ્યવહારથી ક્રિયાને નિષેધ કરે છે તેઓ મુખમાં કોળિ નાંખ્યા સિવાય તૃપ્તિને ઈ છે છે.
गुणवबहुमानादे-नित्यस्मृत्या च सक्रिया । जातं न पातयेद् भाव-मजातं जनयेदपि ॥ ५ ॥