________________
[ ૩૧ ]
इहैव तैजितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ॥
गीता अ० ५, श्लो० १८-१९
વિદ્યા અને વિનયવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચંડાળમાં જ્ઞાની પુરુષો સમષ્ટિવાળા હોય છે.
લેખ સંગ્રહ : ૬ :
જેનું મન સમભાવમાં રહેલુ છે તેઓએ અહીં જ સંસારને જીત્યા છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ એકસ્વરૂપ છે, તેથી તેઓ બ્રહ્મ-પરમાત્મામાં રહેલા છે.
એટલી વિશેષતા છે કે ત્યાં એકાન્ત અભેદ્ય કહે છે અને અહીં નયના ભેદે નયની વાસના માર્ગાનુસારી છે.
आरुरुक्षुर्मुनिर्योगं, श्रयेद् बाह्यक्रियामपि । योगारूढः शमादेव, शुध्यत्यन्तर्गतक्रियः ॥ ३ ॥
ચેાગાભ્યાસી મુનિ બાહ્ય ક્રિયાને પણ આદર કરે પર ંતુ ચેાગારૂઢ થયેલ આંતરક્રિયાલક્ષી મુનિ શમથી જ શુદ્ધિ કરે છે. ૩.
સમાધિયેાગ ઉપર ચઢવાને ઇચ્છતા મુનિ બાહ્ય ક્રિયા– આચારને પણ સેવે છે. એ ભાવસાધક પ્રોતિ, ભક્તિ અને વચનરૂપ શુભ સંકલ્પમય ક્રિયાવડે અશુભ સંકલ્પને દૂર કરતા આરાધક થાય છે. અને ચેાગરૂપ ગિરિશિખર ઉપર ચઢેલા પુરુષ અન્તર્ગતક્રિયાવાળા ઉપશમથી જ શુદ્ધ થાય છે. સિદ્ધયેાગી તે રાગદ્વેષના અભાવરૂપ ઉપશમથી જ કૃતાર્થ છે. તેને અસંગ ક્રિયા છે તે લક્ષ્યરૂપ છે, પણ આલંબનરૂપ નથી.