________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૯]
६ शमाष्टकम् विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ॥१॥ શાન્ત વિકલ્પવાળી અને સદા સ્વભાવગ્રાહી જે જ્ઞાનની પરિપકવતા એને જ શમ કહેલ છે. ૧.
ચિત્તના વિશ્વમરૂપ વિકલપના વિષયથી ( ઈષ્ટપણું અને અનિષ્ટપણાની કલ્પનાથી ) નિવૃત્ત થયેલ અને નિરન્તર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન જેને છે એ જ્ઞાનને પરિપાક-શુદ્ધ પરિણામ તે શમ કહેવાય છે. એથી જ તેને અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એ પાંચ પ્રકારના વેગમાં સમતા નામે એથે ચેગને ભેદ કહ્યો છે.
ચિત્તના વિશ્વમરૂપ વિકલ્પના વિયના શુભાશુભ સંકપિના વિસ્તારથી નિવૃત્ત થયેલ, અનન્ત ગુણ અને પર્યાયયુક્ત, સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રસ્વરૂ૫ આત્માને શુદ્ધ સ્વભાવ જેનું આલંબન છે એ ઉપગલક્ષણ જ્ઞાનનો પરિપાક-પ્રૌઢ અવસ્થા તે જ શમ કહેવાય છે, એથી આત્માના સ્વભાવને જેનાર, આત્માના સ્વભાવને જાણનાર, આત્મસ્વભાવમાં જ રમણ કરનાર, આત્મસ્વભાવમાં વિશ્રાન્તિ–સ્થિરતા કરનાર, આત્મસ્વભાવને આસ્વાદ-અનુભવ કરનાર અને શુદ્ધતત્વની પરિણતિયુક્ત આત્માના ઉપયોગરૂપ જ્ઞાનને પરિણામ તે શમ છે એ જણાવ્યું. અહીં શ્રીહરિભદ્રાચાર્યે યેગના પાંચ પ્રકાર કહ્યા છે: ૧ અધ્યાત્મગ, ૨ ભાવનાગ. ૩ ધ્યાનયોગ,