________________
[૩૮ ]
શ્રી કપૂરવિજયજી પતંગીઆ, ભમરા, માછલાં, હાથીઓ અને હરણયાં એક એક ઈન્દ્રિયની પરવશતાથી દુર્દશા–પ્રાણુત કષ્ટ પામે છે, તે પછી એ પાંચ દુષ્ટ ઈન્દ્રિયોને વશ થઈ રહેનાર છનું તે કહેવું જ શું ? ૭. - જે પતંગિયા, ભ્રમર, મત્સ્ય, હાથી અને સારંગ-હરણ એક એક ઈન્દ્રિયના દોષથી મરણરૂપ માઠી દશાને પામે છે, તે દોષવાળી પાંચે ઈન્દ્રિવડે શું ન હોય ?
પતંગ રૂપમાં આસક્ત છે, મીન–મસ્ય રસમાં આસક્તિવાળે છે, ભ્રમર ગન્ધમાં આસક્ત છે, હાથી સ્પર્શમાં આસક્ત છે અને હરણ શબ્દમાં આસક્તિવાળે છે. એ પ્રાણુઓ એક એક ઇન્દ્રિયના દોષથી દુષ્ટ-દીન અવસ્થાને પામે છે એટલે મૃત્યરૂપ માઠી દશાને પ્રાપ્ત થાય છે, તો દોષવાળી પાંચે ઈન્દ્રિયે હોય તો તેથી શું દુઃખ ન થાય?
विवेकद्वीपहर्यक्षैः, समाधिधनतस्करैः । इन्द्रियैर्यो न जितोऽसौ, धीराणां धुरि गण्यते ॥ ८॥ વિવેક-હસ્તીને વિદારવા કેશરીસિંહ સમી અને સમાધિધનને લૂંટી લેવા ચોર સમી દુષ્ટ ઈન્દ્રિયેથી જે અજિત રહે છે તે જ ધીર પુરુષમાં અગ્રેસર ગણાય છે. ૮.
વિવેકરૂપ હાથને હણવાને સિંહ સમાન અને નિર્વિકલ્પ ધ્યાનરૂપ સમાધિધનને લૂંટવાને તસ્કર–ચારરૂપ ઈન્દ્રિયો વડે જે જીતાયે નથી-ઈન્દ્રિયોને વશ થયે નથી, તે ધીર પુરુષોમાં મુખ્ય ગણાય છે.