________________
[૩૬ ]
શ્રી કપૂરવિજયજી હે ભવ્ય ! આ ઈન્દ્રિયોને સમૂહ કદી પણ તૃપ્ત થત નથી, કારણ કે નહિ ભગવેલા વિષમાં ઈચ્છા થાય છે, ભેગવાતા વિષયમાં મમતા થાય છે અને પૂર્વે ભગવેલા વિષયનું સ્મરણ થાય છે-એ પ્રમાણે ત્રણે કાળમાં ઈન્દ્રિયની અશુદ્ધ પ્રવૃત્તિ ચાલુ છે, માટે ઈન્દ્રિયના વિષયમાં આસક્ત થએલાને તેનાથી તૃપ્તિ થતી નથી. જે ઈન્દ્રિયોનો સમૂહ હજાર નદીઓના પૂરવડે ન પૂરાઈ શકે એવા સમુદ્રના ઉદર સમાન છે. આ હેતુથી ઇન્દ્રિયની અભિલાષા પૂરવા છતાં અપૂર્ણ રહે છે અને તે શમ અને સંતોષથી જ પૂર્ણ થાય છે. તે માટે આ હિતોપદેશ છે. હે ઉત્તમ પુરુષ ! અન્તરાત્માથી–આત્માના અન્તર્ગત સ્વરૂપથી જ તૃપ્ત થા, કારણ કે આત્મસ્વરૂપના અવલમ્બન સિવાય તૃષ્ણનો ક્ષય થતો નથી.
आत्मानं विषयैः पाशै-भववासपराङ्मुखम् । इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किंकराः॥४॥
મેહરાજાની આજ્ઞા પ્રમાણે ચાલનારી ઈન્દ્રિયે સંસારથી વિરક્ત પ્રાપ્ય થયેલા આત્માને પણ વિષયરૂપી પાશ-જાળથી બાંધી લે છે. ૪.
મહારાજાના કિકર-ચાકરરૂપ ઈન્દ્રિયે સંસારવાસથી પરામુખ–વિમુખ થએલા આત્માને પણ વિષયરૂપ પાશવડે બાંધે છે, કારણ કે મહરાજાને મોટો પુત્ર રાગકેસરી છે, તેને વિષયાભિલાષ નામે પ્રધાન છે, તેની સંતતિ ઈન્દ્રિય છે.
गिरिमृत्नां धनं पश्यन् , धावतीन्द्रियमोहितः। अनादिनिधनं ज्ञान-धनं पार्श्वे न पश्यति ॥ ५॥