________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૫ ] આત્માનું લક્ષણ હોવાથી સ્વપવસ્તુના બંધ થવારૂપ છે, પરન્તુ તેમાં ઈષ્ટપણા અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પરવસ્તુના સંગથી થએલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે, તે સર્વથા ત્યાગ કરવા ગ્ય છે, માટે ઈન્દ્રિયોને જય કરવા ચોગ્ય છે. તેમાં દ્રવ્યજય એ ઈન્દ્રિયોની પ્રવૃત્તિને સંકેચ કરવા વિગેરે રૂપ છે. ભાવજય એ આત્માના ચેતના અને વીર્યગુણની સ્વરૂપને અનુકૂળ પ્રવૃત્તિ કરવારૂપ છે.
वृद्धास्तृष्णाजलापूणे-रालवालैः किलेन्द्रियैः। मूच्छोमतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥२॥ તૃષ્ણા-જળથી ભરેલા કયારારૂપ ઈન્દ્રિયવડે જ પુર્ણ થયેલા વિકારરૂપી વિષવૃક્ષે, મૂઢ જનોને ભારે મૂચ્છ ઉપજાવે છે. સુજ્ઞ સંતોષી જનો જિતેન્દ્રિય હાઈ, તેવા વિકારને વશ થતા નથી અર્થાત્ તેઓ સદા સુખી જ રહે છે. ૨.
લાલસારૂપ જળવડે ભરેલા ઇન્દ્રિયરૂપ કયારાઓવડે વૃદ્ધિ પામેલા વિષવૃક્ષે ખરેખર આકરી તીવ્ર મૂછ–મોહને આપે છે.
सरित्सहस्रदुष्पूरसमुद्रोदरसोदरः । तृप्तिमान् नेन्द्रियग्रामो, भव तृप्तोऽन्तरात्मना ॥ ३ ॥ હજારોગમે નદીઓના જળથી નહીં પૂરાતા સમુદ્ર સમે ઈન્દ્રિયોને સમૂહ અતૃપ્ત જ રહે છે માટે અંતરાત્માથી જ તૃપ્ત થા.૩.
હજારો નદીઓવડે ન પૂરી શકાય એવા સમુદ્રના ઉદરપેટ સમાન ઇન્દ્રિયોનો સમૂહ તૃપ્ત થતો નથી, એમ જાણું છે વત્સ! અન્તરાત્માવડે સમ્યફ શ્રદ્ધાન કરી તૃપ્ત થા.