________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩] સ્વયંભૂરમણ–અર્ધરજજુપ્રમાણે છેલ્લા સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિશીલ-વધવાના સ્વભાવવાળો સમતારસ-ઉપશમ રસ જેને છે એવા મુનિની જે વડે સરખામણું કરી શકાય એ કઈ પણ પદાર્થ આ ચરાચર જગતમાં નથી.
शमसूक्तसुधासिक्तं, येषां नक्तंदिनं मनः । कदाऽपि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥ ७॥
જેમનું મન રાતદિવસ ઉત્તમ શમઅમૃતથી સિંચિત રહે છે તે કદાપિ રાગ-વિષધર(સર્પ)ની વિષસંતતિથી દગ્ધ થતા નથી. ૭.
શમ–ઉપશમ રસનું વર્ણન કરનારા સુભાષિતરૂપ સુધાઅમૃતવડે જેઓનું મન રાત્રિ-દિવસ સિંચાયેલું છે તેઓ કદી પણ રાગરૂપ સર્ષના વિષયના તરંગવડે બળતા નથી.
જ જ્ઞાનાન્નોત્તર-રક્ષાનામા जयन्ति मुनिराजस्य, शमसाम्राज्यसंपदः ॥ ८॥ ગાજતા જ્ઞાનરૂપી હસ્તીઓ અને નાચતા ધ્યાનરૂપી અશ્વોવાળા મુનિરાજની શમસામ્રાજ્યલક્ષમી જયવંતી વર્તે છે. ૮.
જેમાં ગર્જના કરતા જ્ઞાનરૂપ હાથીઓ અને ખેલતા ધ્યાનરૂપ ઘડાઓ છે એવી, મુનિરૂપ રાજાની શમ–ઉપશમના સામ્રાજ્ય-ઐશ્વર્યાની સંપત્તિ જયવંતી વર્તે છે.