________________
[ ૪૨ ]
શ્રી કપૂરવિજયજી - શુદ્ધ સ્વસ્વ પદની પ્રાપ્તિ થતા સુધી જ્ઞાનાચારાદિક સઘળા આચાર પાળવા જરૂરના છે. નિર્વિકલપ ત્યાગ (વીતરાગદશા) પ્રાપ્ત થયે છતે તે વિકલ્પ કે પૂર્વોક્ત ક્રિયા હશે જ નહિ. ૬.
જ્ઞાનાચારાદિ પણ શુદ્ધ એવા પિતપોતાના પદની મર્યાદા સુધી ઈષ્ટ છે. જ્ઞાનાચાર પ્રતિ એમ કહેવું કે જ્યાં સુધી તારા પ્રસાદથી તારું શુદ્ધ પદ કેવલજ્ઞાન ન આવે ત્યાં સુધી મારે તારી સેવા કરવાની છે. એમ દર્શનાચારની સેવા ક્ષાયિક સમ્યક્ત્વરૂપ શુદ્ધ પદનો લાભ ન થાય ત્યાંસુધી, ચારિત્રાચારની સેવા તેના શુદ્ધ પદ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી, તપાચારનું આચરણ પરમ શુકલધ્યાનનો લાભ ન થાય ત્યાં સુધી અને વર્યાચારની સેવા વીર્યની સર્વથા શુદ્ધિ ન થાય ત્યાંસુધી કરવાની છે. એ શુદ્ધ સંકલ્પપૂર્વક સર્વ કિયા લેખે લાગે. સંકલ્પાહીન કર્મ ફળે નહિ. એ શુભેપગ દશામાં સવિકલ્પ ત્યાગની મર્યાદા કહી. જ્યારે વિકલપરહિત ત્યાગ થાય છે ત્યારે વિકલ્પ નથી તેમ પરિસ્પન્દાદિક ક્રિયા પણ નથી.
योगसंन्यासतस्त्यागी, योगानप्यखिलांस्त्यजेत् । इत्येवं निर्गुणं ब्रह्म, परोक्तमुपपद्यते ॥ ७ ॥
ત્યાગ-સંયમી ઉત્કૃષ્ટ યોગનિરોધ(મન,વચન, કાયાના સંપૂર્ણ નિગ્રહ)વડે સમસ્ત વ્યાપારને તજે અને એ જ રીતે પોતે અન્ય યેગાચાર્યોએ જણાવેલ નિર્ગુણ બ્રહ્મ(વિશુદ્ધ પરમાત્મસ્વરૂપમેક્ષપદ)ને પામે છે. જેનશેલી મુજબ શૈલેશીકરણવડે ઉત્કૃષ્ટ યેગને નિરોધ કરવારૂપ સંપૂર્ણ સંયમવડે સમસ્ત કર્મક્ષયરૂપ મેક્ષપદ પ્રાપ્ત થઈ શકે છે. એને જ નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે. ૭.