________________
(३५) जिनपञ्जरनामेदं, यः स्मरेदनुवासरम् । कमलप्रभराजेन्द्र-श्रियं स लभते नरः ॥२३॥
આ જિનપંજર નામના સ્તોત્રનું જે હંમેશાં સ્મરણ કરે, તે મનુષ્ય કમલ જેવી કાંતિવાળા રાજેદ્રની લક્ષમીને પામે છે. ૨૩ प्रातः समुत्थाय पठेत् कृतज्ञो,
यः स्तोत्रमेतजिनपंजराख्यम् । आसादयेच्छ्रोकमलप्रभाख्यां,
लक्ष्मी मनोवाञिछतपूरणाय ॥ २४॥
જે બુદ્ધિમાન પુરૂષ પ્રાતઃકાળે ઉઠીને આ જિનપંજર નામના સ્તોત્રને પાઠ કરે, તે પોતાનાં મનવાંછિત પૂર્ણ કરવા માટે શ્રી કમલપ્રભા નામની લક્ષ્મીને પામે છે. ૨૪. श्रीरुद्रपल्लीयवरेण्यगच्छे,
देवप्रभाचार्यपदाब्जहंसः । वादीन्द्रचूडामणिरेष जैनो,
जीयाद् गुरुः श्रीकमलप्रभाख्यः ॥२५॥
શ્રીરકપલ્લી નામના શ્રેષ્ઠ ગચ્છમાં દેવપ્રભ આચાર્યના ચરણકમળને વિષે હંસ સમાન વાદીદ્રોના ચૂડામણિ (મુગટ)રૂપ શ્રી કમલપ્રભ નામના આ જૈન ગુરૂ જયવંતા વર્તા. ૨૫.
॥ इति श्रीजिनपञ्जरस्तोत्रं संपूर्णम् ॥
૧ કમળ સરખી કાંતિવાળી ૨ આ શ્લેક મૂળ પુસ્તકમાં નથી. પરંતુ કમલપ્રભાચાર્યના કેઈ શિષ્ય બનાવ્યું હોય એમ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org