________________
“હવે મને સ્પષ્ટ દેખાય છે કે, ગાંડાની ઇસ્પિતાલ જેવું આ બધું હતું. ત્યારે તે મને આની આછી ઝાંખીમાત્ર જ હતી, અને બધા ગાંડા પિતા સિવાયના સૌને ગાંડા કહે છે એમ, હું બધાને ગાંડા કહેતે. ”
આમ ઉત્તરાર્ધના નવ-જીવનની શરૂમાં જ આ વિખ્યાત લેખકને પોતાની પ્રવૃત્તિ વિશે પ્રશ્ન ઊઠે છે. એમાંથી એ ધર્મના ચિંતનમાં પડે છે અને બાઇબલનો અભ્યાસ કરી, “ગૉસ્પેલો’ – નવા કરારની સુવાર્તા
ઓનો પોતાનો અનુવાદ અને અર્થ બહાર પાડે છે (૧૮૮૧). અને - એ ચિંતનમાંથી આગળ ઈ. સ. ૧૮૮૩માં પોતાની જે શ્રદ્ધા બંધાય છે, તેનો ગ્રંથ “વૉટ આઈ બિલીવ” (“મારી શ્રદ્ધા') બહાર પાડે છે. અહિંસા કે અપ્રતિકાર, જાતમહેનત કે શરીરશ્રમ, કામવાસના પર વિજય, ઇ૦ જીવનતો આ ગ્રંથમાં જોવા મળે છે. અને ત્યાર પછી તે પોતાના જીવનમાં પણ પલટો કરે છે. આ આખા પરિવર્તન વિષે મૉડ ટૂંકમાં લખે છે કે, “ટૉલ્સ્ટૉયના જીવનનાં એક પછી એક આવતાં પાસાં એકમેકમાં એવાં તો ઓતપ્રોત સંકળાઈને ઊઘડતાં જાય છે કે, એમનું વર્ગીકરણ કરી બતાવવાનો કશો પ્રયત્ન ભાગ્યે જ સંતોષ આપે એવો થઈ શકે છે. એમ કહી દેવા મન થાય છે કે, ૧૮૮૫ સુધીમાં તે પોતાનો નવજીવન-માર્ગ ચોકસ અપનાવી રહ્યા હતા.” (પા. ૨૦૪– ગ્રંથ ૨.) તે વર્ષમાં એ માંસાહાર, શિકાર, અને તમાકુ છોડે છે. બીજે વર્ષ ખેતરમાં મજૂરી કરવા લાગે છે. અને આ જ વરસમાં તે આર્થિક જીવનની મીમાંસા કરતો પોતાનો ગ્રંથ –‘ત્યારે કરીશું શું?’ પ્રસિદ્ધ કરે છે. કળાને માટેની કડી મજૂરી અને તેનું અર્થશાસ્ત્ર આ ચોપડીમાં વધુ સ્પષ્ટતા પામે છે,– જોકે તેમાં કળા અંગે ખાસ ચર્ચા નથી. આને ખાસ વિષય આર્થિક હતો અને એ જ મુદ્દો આગળ ૧૯૦૦માં “ધી સ્લેવરી ઑફ અવર ટાઇમ્સ' (“આપણા યુગની ગુલામી’) નામના એક નિબંધમાં તેમણે સાફ શબ્દોમાં કહ્યો છે.
આ પછી તે જીવનના વિચારમાં આગળ વધે છે અને “ન લાઇફ” (“જીવન વિશે ) એ નાનો નિબંધ લખે છે. બે વર્ષ બાદ તે