________________
રજૂ થતા વિચારો સુધારીને ખૂંચે એવા ભારે ક્રાંતિકારી અને રૂઢિ-વિરોધી હોતા. તેથી રશિયામાં તેમનો પ્રચાર “દેશ બહાર છપાય ત્યાંથી છૂપી રીતે આણેલી ગેરકાયદેસર’ નકલો દ્વારા કે કે ખાનગી રીતે લિથો કે એવા સાધનથી છાપેલી નકલો દ્વારા જ થઈ શકતો.” (મૉડ–જીવનકથા ૨-૧૬૦)
ટૉસ્ટૉયની જીવન-સમીક્ષા-માળા આ ગ્રંથમાળાનો ક્રમ પણ બોધક છે. શરૂઆત “કન્વેશન' કે આત્મનિવેદન દ્વારા (૧૮૭૮) થાય છે. તેમાં તે પોતાના વર્ગનું અને મંડળના લોકોનું જીવન તપાસે છે, જેમાં મધ્યબિંદુ અલબત્ત પોતે છે. કલાના પોતાના આ ગ્રંથની શરૂમાં જે સવાલ ટૉલ્સ્ટૉય ઉઠાવે છે, તે આ આદિ ગ્રંથમાં પણ – ભલે આટલી સ્પષ્ટતા વગર, છતાં – એ જુએ છે: –
અમને બધાને ત્યારે ખાતરીબંધ લાગતું કે, બનતી બધી ઉતાવળ કરીને બોલવું, લખવું, ચીતરવું, એ અમારે માટે જરૂરનું છે, કેમ કે એ બધું માનવજાતના ભલાને માટે જોઈએ છે. . . . .
“હજારો કારીગરો દહાડોરાત પિતાની બધી શક્તિ ખચી ને છાપકામ પાછળ વૈતરું કરતા; ટપાલખાતું તેને આખા રશિયામાં ફેલાવતું; અને અમે તે અમારે ઉપદેશ ઝીંકયે જ રાખતા, ને તેમાં તૃપ્તિ નહોતી થતી, પણ એ ગુસ્સો કરતા કે, અમારા તરફ પૂરતું ધ્યાન નથી અપાતું. . . .
“અમારા અંતરના ઊંડાણમાં જે સાચું હતું તે તો બને એટલી કીર્તિ અને લક્ષમી જ મેળવવાનું. તે સારુ ચોપડીઓ લખવા સિવાય અમે બીજું કરી શકતા નહિ, અને એ અમે કરતા. પરંતુ આવું નકામું કામ છે કરવું અને મનમાં ખાતરી રાખવી કે, અમે તે ભારે મહત્ત્વના લોક છીએ, એને સારુ અમારે તેના સમર્થનને વાદ જોઈએ. એટલે અમારામાં એનો વાદ યોજવામાં આવ્યો . . . . આ વાદમાં અમે સૌ સંમત હોત તોય ઠીક, પરંતુ અમારામાં કોઈ એક વિચાર કહે તો બીજે તેથી સાવ સામેનો કહેતો. આથી અમારે વિચારમાં પડવું જોઈતું હતું, પણ અમે તેને વિસારે પાડતા. . . .