________________
१३
જ જણાવે છે. ૧૯મા સૈકાના ઝારશાહી રશિયાનાં અમીરી અમનચમનના એ ભાક્તા અને સાક્ષી હતા. સામેથી તેના જ ફલરૂપ કે પાયારૂપ એવી જે ખેડુ પ્રજાની કંગાલિયત, તે પણ તેમણે જાતે જોઈ હતી. આવા વિપુલ અનુભવ-રાશિમાંથી શરૂમાં તેમણે કથા નાટકો ઇ૦ કલાકૃતિઓ આપી. એમાં એમને નામના પણ ભારે મળી. પરંતુ એ એમનું ઇતિ નહાતું. ઘણા સાધકો શરૂમાં જેમ ભક્ત કવિ બને છે ને પછી અંતે જ્ઞાની કવિ થાય છે, એમ ટૉલ્સ્ટૉયમાં પણ જોવા મળે છે. તે ઈ. સ. ૧૮૨૮માં જન્મ્યા; અને ઈ. સ. ૧૯૧૦માં તેમણે દેહ છેાડી. ઉપર જોયું એમ, શરૂનાં ૫૦ વર્ષો કથા-કૃતિઓમાં ગયા બાદ, તેના પરિપાક રૂપે જ જ્ઞાન-ગ્રંથો જન્મવા લાગ્યા. આ ગ્રંથો ગદ્યકલાના નમૂના છે; પણ એ તે એની સચાટ શૈલીનું વર્ણન થયું. ખરું જોતાં એ ગ્રંથા અર્વાચીન યુરોપનાં વિવિધ જીવનક્ષેત્રોની તલસ્પર્શી સમીક્ષારૂપ દર્શનગ્રંથા જેવા છે. અને એમના જીવન-ચરિતકાર મૉડ કહે છે એમ:
અનેક વષૅ નવલકથાએ લખી, ને યુરોપમાં તેકા ના આગેવાનામાં એક તરીકેની નામના પણ મેળવી; ત્યાર પછી એમની સામે માનવ જીવનના ઊંડામાં ઊંડા સવાલો આવીને ઊભા, કે જેમનાથી તે ખચી ન શકે, એટલે તેમનુ પુસ્તકા લખવાનું બંધ થ્યું એટલું જ ાહિ, એમને એમ લાગ્યુ કે, જો ચાખ્યું માદાન ન મળે-જીવનનેા હેતુ અને અથ શા છે તે સ્પષ્ટ ન સમજાય, કે જેથી મક્કમ ડગલે ચાલી શકાય, તે પોતે જીવી જ નહિ શકે. આમ તેમને માટે આ પ્રશ્નો કેવળ કુતૂહલી કે તાર્કિક માત્ર નહાતા; પણ જીવનની ખરાખરીના હતા. આમ ધમમાત્રના મૂળમાં રહેલાં સત્યોનું ફરી સંશેાધન કરવા પાછળ તે પેાતાનાં બાકીનાં વર્ષો વ્યતીત કરવા લાગ્યા.” (‘ટૅાત્સ્યાય ઔન આ ' – ૯૭. )
((
6
આવા ઊંડા મનોમંથનમાથી જે ગ્રંથો જન્મ્યા, તેમાંનો એક અને અંતિમ તે આ છા ટળે શું?' છે. તે એમણે ઈ. સ. ૧૮૯૮ માં પૂરો કર્યો. આ અગાઉ, અને કહો કે આવા સમર્થ નિરૂપણની પૂર્વતૈયારીમાં જ જાણે, તેમણે પોતાનાં આર્થિક, સામાજિક, ધાર્મિક તથા રાજકીય મનોમંથનો બહાર પાડયાં હતાં. આ બધા ગ્રંથોનું એક સામાન્ય લક્ષણ એ હોતું કે, તે ભાગ્યે જ રશિયામાં તો છપાવી શકાતા, કેમ કે તેમાં