________________
૧૦.
પિરમાગમસારા-૯૬] શલ્ય, એ તો દૃષ્ટાંત છે. એટલે એમાં તો વાદવિવાદનો પણ સવાલ નથી, મતાંતરનો સવાલ નથી કે, એનાથી આત્મપ્રાપ્તિ થશે કે નહિ ? એ તો પ્રગટપણે શલ્ય છે. તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. આ વિષય આપણા સમાજને લાગુ પડે એવો લીધો છે. બીજાની ટીકા કરવી સહેલી છે કે, બીજા લોકો વ્રત-તપની બાહ્ય ક્રિયાકાંડમાં પડ્યા છે. આપણે ક્યાં બાહ્ય ક્રિયાકાંડમાં (ધર્મ) માનવાવાળા છીએ ? પણ શાસ્ત્રઅભ્યાસનો રાગ અને એ રાગથી આત્માની પ્રાપ્તિ એ જેટલું પેલું શલ્ય છે કદાચ તેથી વધારે ખરાબ એવું આ મોટું શલ્ય છે! કેમકે અહીંયા એને થોડી ભ્રાંતિ એવી રહી જાય કે, આ શાસ્ત્ર અભ્યાસ છે એ તો જ્ઞાનની ક્રિયા છે. વ્રત-તપ-જપમાં તો રાગની ક્રિયા છે અને શાસ્ત્ર અભ્યાસમાં જ્ઞાનની ક્રિયા છે. માટે એનાથી તો મને જરૂર આત્મપ્રાપ્તિ થશે, થશે ને થશે જ. એ વધારે દૃઢ થાય છે. એટલે એ થોડી વધારે સંભવિત શિલ્યની ક્રિયા થઈ ગઈ. - જો કે જેટલાં શાસ્ત્ર અભ્યાસ કરે છે તે સર્વને આવું શલ્ય થાય જ એવું કોઈ અહીંયા કહેવા માગતા નથી. પરંતુ અંદરમાં આવું કાંઈ થાય તો (શલ્ય થઈ જાય). જેમ કોઈ વિશેષ-વિશેષ શાસ્ત્ર અભ્યાસ કરવા પાછળ વધારે ચીકણા રાગથી લંબાય છે અને અહીંયા લાલબત્તી આપી છે . ચેતવણી આપી છે કે, કાંઈ રખે એવું શલ્ય તો નથી ઘુસી ગયું ને ? કે, આ શાસ્ત્ર અભ્યાસ કરતાં મને આત્મપ્રાપ્તિ થઈ જશે, એવું શલ્ય તો નથી ને? અથવા એ બાહ્ય શાસ્ત્ર અભ્યાસમાં વિશેષ-વિશેષ પ્રવૃત્તિ કરવાનો રાગ જોર કરે છે તો એ શલ્ય તો નથી ને ? એ વિચારવું ઘટે છે. એટલી વાત છે.
લેવું છે એમ કે, આત્મપ્રાપ્તિ તો જ્ઞાનની અંતરંગ ક્રિયા - સ્વસમ્મુખની અંતરંગ ક્રિયાથી - અંતર્મુખી ક્રિયાથી થાય છે. પ્રાપ્તિ થાય છે એટલે અનુભવ થાય છે. એવી વાત તો શાસ્ત્ર અભ્યાસમાં આવે છે અને છતાં એ શાસ્ત્રાભ્યાસથી આત્મપ્રાપ્તિ થાય, લાભ થાય એ વાતને શલ્યના સ્થાનમાં મૂકવામાં આવે છે. કહેવા શું માગે છે આની પાછળ? વ્રત-તપ-જપમાં તો અંતર્મુખ થવું એવી સ્પષ્ટ વાત આવતી નથી માત્ર નાસ્તિનો - બાહ્ય પદાર્થો સંબંધીત ત્યાગનો વિષય આવે છે. પણ શાસ્ત્રાભ્યાસમાં તો આ વિષય આવે છે કે આત્મા છે તે અંત તત્ત્વસ્વરૂપ જ્ઞાયક ભગવાન, અનંત ગુણમય, અંતર