________________
કહાન રત્ન સરિતા
૧૮૯ અનુસાર આ જીવનો આ દેહ નથી. એ વિજ્ઞાન અનુસાર આ જીવનો આ દેહ નથી અને હોય તો, એનો એ હોય તો એનાથી છૂટો પડે નહિ. પણ રજકણ બધાં વિખાય જાય છે, એની રાખ થાય છે અને સરવાળે એ હવામાં ઊડી જાય છે. રાખ પણ પાછી રહેતી નથી. નહિતર તો સ્મશાનમાં એટલાં ઢગલા થયા હોય કે અત્યારે એ ડુંગરા ઉપર ચડવાની કોઈ પરિસ્થિતિ રહે નહિ. એ બધું વિખાઈ જાય છે.
એનો અર્થ એ છે કે, તું તારી જાતને ઓળખ ! આત્મામાં આત્મબુદ્ધિ કરવા માટે, એનો સરવાળો અહીંયા આવે છે કે તું તારી જાતને ઓળખ!
પ્રશ્ન :- આત્મા તો દેખાતો નથી ?
સમાધાન દેખાય એટલું જ જો તમે માનતા હોય તો તમે તમારા વાંસાને ન માનતો હોત ! તમારો વાંસો દેખાય છે ? પીઠ ક્યાં દેખાય છે? છે કે નહિ ? અને ત્રણ પેઢીએ, ચોથી પેઢીએ એ ફલાણાં મારાં પિતાશ્રી, દાદાજી હતાં એ વાતને તમે કેમ સ્વીકારો છો ? જેટલું દેખાય એટલું જ સ્વીકારવાનું આ જગતમાં ખરેખર છે નહિ. જેટલી વાત ન્યાયસંપન્ન હોય અને અનુભવથી સિદ્ધ થતી હોય), સત્ય થતી હોય તો એને સ્વીકારવી જોઈએ. - આત્મા, જડ પદાર્થની જેમ આંખથી ભલે ન દેખાતો હોય, તો હવા ક્યાં આંખથી દેખાય છે ? આ પંખો ચાલે છે અને ઠંડીનો સ્પર્શ થાય છે ગરમીને દૂર કરવામાં આવે છે. સમજીને પંખો ચલાવીએ છીએ ને ? હવા આંખથી નથી દેખાતી. પણ એ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શના જ્ઞાનમાં એ આવે છે. એટલે કે જ્ઞાનમાં આવે તેના અસ્તિત્વને સ્વીકારવું જોઈએ. હવા જ્ઞાનમાં આવી તો એના અસ્તિત્વને સ્વીકારવામાં આવે છે કે નહિ ? આ અનેક Wireless સાધનો અત્યારે Electronic ના થયાં છે તો વિજ્ઞાનીઓ એમ કહે છે કે, વાતાવરણની અંદર જે કાંઈ સચવાઈ રહે છે એને પકડી શકાય છે. વાતાવરણમાં જડની જે કાંઈ અવસ્થાઓ ઊભી થાય છે એને પણ કેન્દ્રિત કરીને એને મૂર્તિરૂપે જોઈ શકાય છે. આ જુઓ આપણે જોઈએ છીએ કે નહિ ? સાંભળીએ છીએ, જોઈએ છીએ. રેડિયાથી સાંભળીએ છીએ અને ટેલિવિઝનથી જોઈએ છીએ. સ્વીકાર્યું કે ન સ્વીકાર્યું ? એના અસ્તિત્વને સ્વીકારવું પડે છે. ભલે એ કરોડો માઈલ દૂર હોય તોપણ એના અસ્તિત્વને