________________
કહાન રત્ન સરિતા
૨૦૭ સંયોગનું લક્ષ છે. એવી લાગણીમાં સંયોગનું લક્ષ છે. પોતાને તપાસતો રહે તો એ સંયોગનું લક્ષ છૂટી જાય. નાસ્તિથી સંયોગનું લક્ષ છૂટી જાય અને અસ્તિથી જ્ઞાન સ્વભાવનું લક્ષ થઈ જાય ! આ લક્ષ થવા માટે આ બધી વાત છે. લક્ષ થવાને તેહનો....' તેહનો એટલે આત્માનો, નિજસ્વરૂપનો. નિસ્વરૂપનું લક્ષ થવા “કહ્યાં શાસ્ત્ર સુખદાયી' નિજસ્વરૂપનું લક્ષ થવા માટે
આ શાસ્ત્રો જે સુખના દાતાર છે, જેનો બોધ સુખનો દાતાર છે, જે નિત્ય બોધક છે . એવાં શાસ્ત્રો કહેવામાં આવ્યાં છે.
(અહીંયા) શું કહે છે ? કે બહારમાં ઓછા-વધતા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય. (અર્થાતુ) હીણા સંયોગોથી હું હીણો નથી અને ઘણાં સંયોગોથી હું મહાન નથી. મારી મહાનતા સર્વકાળે પૂરેપૂરી છે. ત્રણલોકનો નાથ હું સદાય છું ! સંયોગો ગમે તે હોય તેની સાથે મારે લેવા દેવા નથી. પણ બિીજાં માનતા નથી. હું મહાન છું એમ બીજા માનતા નથી. (તો શું) તારે બીજાને મનાવીને મહાન થવું છે કાંઈ ? બીજા મહાન માને તો તારી મહાનતા છે ને નહિતર તારી મહાનતા નથી, એવી હીણા પ્રકારની મહાનતા પણ તારી નથી. તારી મહાનતા એવી મહાન છે કે બીજાં ન સ્વીકારે તોપણ એ મહાન જ રહે છે. એ હીણી થતી નથી. આમ છે.
પોતે તો ન કહે પણ બીજો કહે ત્યાં એને ગલગલીયાં થાય ! ઠીક ! આ મારા વખાણ થાય છે, મારી પ્રશંસા થાય છે, મારા છાપા છપાય છે ને મારા ફોટા છપાય છે અને ચારે કોર મારી વાહ-વાહ બોલાય છે, આખા સંઘમાં મારી વાહ-વાહ બોલાય છે. કહે છે કે ભાઈ ! તું સંઘપતિ નથી પણ તું તો ત્રિલોકનાથ, ત્રિલોકપતિ છો ! (સંઘપતિ તો) નાનું પદ છે. નાના પદમાં તને હોંશું થાય છે ! તને હનપદમાં મહાનતા ભાસે છે !! દારૂ પીને કીચડના - કાદવના ગંધાતા ખાબોચિયામાં પડે અને દારૂની ગરમી શરીરમાં વ્યાપી હોય એટલે ઠંડક સારી લાગે, એના જેવી વાત છે. તારું મહાનપદ એવડું મોટું છે કે એને કોઈ બીજો મહાનતા આપે તો એની મહાનતા અને નહિતર નહિ, એની અપેક્ષા પણ એને નથી. કોઈની અપેક્ષા વિના એ મહાન છે.
એમ પોતાના પરિપૂર્ણ પદને લક્ષમાં લે ત્યારે એને ઓછા-વધતા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય છે. બન્ને એકસાથે બને છે. આ બાજુ સંયોગનું