________________
કહાન રત્ન સરિતા
૨૨૩ શબ્દમાં કહીએ (એ જે આજ્ઞા કરવામાં આવી છે, તે આજ્ઞાને શિરસાવંદ્ય માથે ઊપાડવામાં ન આવે ત્યાં સુધી કોઈ પ્રકારે એનું આરાધન ને આદર થઈ શકતું નથી.
એ મિથ્યાત્વનું અનંતગણું પાપ છે. તેનું જે પોષણ કરે છે.....' મિથ્યાત્વનું પોષણ કરે છે, તેણે કષાયખાનાં માંડ્યા છે. એણે એક કષાયખાનું નથી માંડ્યું પણ) એણે ઘણાં કષાયખાનાં માંડ્યાં છે. પુણ્યથી અને પુણ્યના ફળથી જે સુખનો અભિપ્રાય છે . સુખની જે શ્રદ્ધા છે, એ એને કતલખાનાં મંડાવશે. જેણે કતલખાનું માંડ્યું છે એણે શું વિચાર્યું છે ? કે આનાથી મને અનુકૂળ સંયોગોની વૃદ્ધિ થાય છે, પ્રાપ્તિ થાય છે ને વૃદ્ધિ થાય છે માટે આ કરવા જેવું છે. સિદ્ધાંત તો એક સરખો થઈ ગયો. પ્રવૃત્તિમાં વિશેષતા થઈ ગઈ. કેમ થઈ ગઈ ? કે અંદરમાં જે સિદ્ધાંત પકડ્યો હતો અને અભિપ્રાય થઈ ગયો હતો એના કારણે આ બધું થવા લાગ્યું. એમાં પછી એને આટલું પાપ કરવાનું ફળ શું ? એનો વિવેક રહેતો નથી.
મિથ્યાત્વનું ફળ નિગોદ છે. આ તો સમજી શકાય એટલે (કતલખાનાનું) દૃષ્ટાંત દેવાય છે. પણ ખરેખર તો મિથ્યાત્વનું ફળ નિગોદમાં રહેવું તે છે. કેટલો કાળ જીવ નિગોદમાં રહે છે ? કે અનંત કાળ નિગોદમાં રહે છે ! એ મિથ્યાત્વના ફળમાં (ત્યાં જાય છે. સાત વ્યસનના પાપના ફળમાં તો જીવ નરકમાં જાય છે. આપણા જેનમાં ઘણા ને તો એ પણ ખબર નથી કે નિગોદનું દુઃખ વધારે કે નરકનું દુ:ખ વધારે ? બહારમાં નરકનાં દુઃખનાં પ્રતિકૂળતાઓના દેખાવ ચોખ્ખાં દેખાય એવાં છે ને ! ઇન્દ્રિય જ્ઞાનથી સમજાય એવા (છે) એટલે જીવ એમ માને છે કે નરકમાં દુઃખ વધારે છે. નારકી કરતાં અનંતગણું દુઃખ તો નિગોદમાં છે, ત્યાં પ્રચુર કષાયકલંકનાં પરિણામ છે. એક શ્વાસોશ્વાસમાં ૧૮ વખત જન્મ-મરણ થાય. એટલાં ટૂંકા આયુષ્યમાં એ અનંતકાળ પર્યત નિગોદમાં જ જન્મ-મરણ થાય એવાં આયુષ્યને બાંધે છે એટલે કે એવાં પરિણામ કરે છે. નિગોદમાં જ જન્મ ને નિગોદમાં જ મરે, નિગોદમાં જ જન્મે ને નિગોદમાં જ મરે, એવા જ એ નિગોદનાં ભાવ કરે છે અને એ ભાવથી છૂટવા માટે એની પાસે કોઈ બુદ્ધિ-વિવેક-શાણપણાનો) અવકાશ રહેતો નથી. એટલે અનંત...અનંત...અનંત... અનંત કાળ એમાં કાઢે છે. છમસ્થનો તો કાળ ઓછો છે, બહુ અલ્પકાળ છે. વધુમાં વધુ ૨૦૦૦