________________
પર્યાયદૃષ્ટિવાળો જીવ દયા–દાન, પૂજા–ભક્તિ, યાત્રા, પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભભાવો કર્તા થઈ, બીજા કરતાં પોતે કાંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો કે મિથ્યાત્વભાવને દઢ કરે છે અને નિશ્ચયસ્વરૂપ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ જાણતો નથી.” ૨૫૧.
પ્રવચન-૨૪, તા. ૨૪-૫-૧૯૮૩
૨૫૧ (ભો બોલ). પર્યાયદષ્ટિવાળો જીવ દયા–દાન, પૂજા-ભક્તિ, યાત્રા, પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભભાવોનો કર્તા થઈ, બીજા કરતાં પોતે કાંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વભાવને દૃઢ કરે છે અને નિશ્ચયસ્વરૂ૫ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ જાણતો નથી. નાડ પકડી છે ! ધર્મનાં ક્ષેત્રમાં જીવ મિથ્યાત્વભાવને કેવી રીતે દઢ કરે છે, એ કહે છે. માણસને એમ થાય કે આવું બધું ન કરીએ તો પછી હવે અમારે કરવું શું ? જો દયા–દાન, પૂજા–ભક્તિ, યાત્રા ને પ્રભાવના ન કરીએ તો અમારે કરવું શું ? (તો કહે છે) કે ભાઈ ! તારે સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના પરિણામે પરિણમવું. અંદરમાં વીતરાગી ધર્મના પરિણામે પરિણમવું. આ કરવા જેવું છે ને આ કર્તવ્ય છે. બીજું કરવા જેવું છે, એ વાત છે નહિ. મોક્ષમાર્ગમાં બીજા આવાં પરિણામ થાય તોપણ મોક્ષમાર્ગી જીવોએ તેનો અભાવ કરીને સિદ્ધાલયમાં પહોંચવાનો પ્રયત્ન કરીને પહોંચ્યા છે . એમ છે કે નહિ ? જે સિદ્ધ પરમાત્મા કરે છે તે તારે કરવું ! શું ? જે સિદ્ધ પરમાત્મા કરે