________________
કહાન રત્ન સરિતા .
૨૨૫ થવા માટે એ વધારે દૂર ગયો છે, એમ કહેવું જોઈએ. આમ છે. અથવા સત્યસ્વરૂપથી એ વધારે દૂર ગયો છે. અસત્યને વધારે દઢ કરવામાં એનાં શ્રદ્ધાના પરિણામ કામ કરે છે ! અસત્યને દઢ કરવા માટે !! એમ વાત છે. સમજણમાં પણ બહુ સાવધાની રાખવાનો વિષય છે. જરાક બુદ્ધિથી ફેરફાર વાળું સમજે એટલે ગૃહીતમાં ચાલ્યો જાય !
એટલે તો આનંદઘનજીએ એક પદ ગાયું છે એમાં એક વાત લીધી છે કે, “ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમાં જિન તણી ચરણ સેવા’ - આમ તો ચૌદમાં જિનની સ્તુતિ કરી છે. ચૌદમાં જિનાનું) શું નામ છે ? અનંતનાથ ! ચૌદમાં જિન અનંતનાથ ભગવાનની સ્તુતિ કરતાં એ વાત કરી છે. સર્વ તીર્થકરોએ એક જ વાત કરી છે. પહેલાં તીર્થકરે) કોઈ બીજી કરી છે ને ચૌદમાંએ બીજી કરી છે ને ચોવીસમાં એ બીજી કરી છે, એમ તો છે નહિ. (બધાં) એકમાર્ગે ચાલ્યાં છે ને એક જ માર્ગની વાત કરી છે.
એમ કહે છે કે, એ વાત એટલી સહેલી નથી. જરાક ફેરફાર કરવા જાય એટલે કે એક આત્મામાં શ્રદ્ધાએ, જ્ઞાન અને આચરણ કરીને આવવાનો પ્રયાસ ન કરે તો બહાર ચાલ્યો જશે. અનાત્મ તત્ત્વ ઉપર એનું વજન જૈશે. એ અનાત્મ તત્ત્વ પર બુદ્ધિપૂર્વક ગયો એટલે ગૃહીત’ કહી દીધું. સમજીને ચાલ્યો એટલે એને ગૃહત' કહી દીધું. એમ કહે છે. અણસમજણે ચાલે તે અગૃહીત છે અને સમજીને ચાલે તે “ગૃહીત છે. એણે બુદ્ધિ યોગ્ય રીતે લગાવવી જરૂરી હતી. જ્યારે એને બુદ્ધિ લગાડવાની તક મળી છે ત્યારે એટલી વાત છે.
પ્રશ્ન :- મિથ્યાત્વી ધર્મના કાર્ય કરે એની અનુમોદના કરી શકાય ?
સમાધાન :- મિથ્યાત્વી ધર્મનાં કાર્ય કરતો નથી, પુણ્યના કાર્યો કરે છે. મિથ્યાત્વીને ધર્મ નહિ હોવાથી તે ધર્મનાં કાર્યો કદી કરતો નથી. કરી શકતો નથી. હવે, પોતાનાં પુણ્ય પરિણામથી જેને ખસવું છે. પોતાના પુણ્ય પરિણામને છેદીને જે વીતરાગી ધર્મમાં આવવા માગે છે એ બીજાનાં પુણ્ય પરિણામને કઈ રીતે અનુમોદે ? એને અનુમોદન કરવાનો પ્રશ્ન રહેતો નથી. આમ વાત છે. જે પોતે ન કરે એ બીજાને કરાવે કે અનુમોદ, એ વાત ક્યાં રહી ? એને એમ કહે કે ભાઈ ! તમે આ જે કાંઈ પ્રશસ્ત કાર્યો કરો છો - શુભ કાર્યો કરો છો અથવા પ્રશસ્ત કાર્ય કરો છો તો એ પ્રશસ્ત