Book Title: Kahan Ratna Sarita
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 241
________________ ૨૨૪ [પરમાગમસાર-૨૫૦] સાગર ! એ તો ઉત્કૃષ્ટકાળ છે. અનંતકાળ સુધી જેમાંથી છૂટી શકાતું નથી એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. એવું મિથ્યાત્વનું મૂળ ઘણું ઊંડું જાય છે અને એ મિથ્યાત્વ ભયંકરમાં ભયંકર...! આ વિશ્વમાં કોઈ ભયંકર હોય તો એ મિથ્યાત્વ જ છે. એમ એને સમજાઈ જવું જોઈએ. તો એ કોઈપણ પ્રકારે એનો ત્યાગ કરવાનો - એનો અભાવ કરવાનો પ્રયત્ન કરે, બીજાં બધાં કામ છોડીને અથવા છોડીને એટલે ગૌણ કરીને, કે જેમ બીજું થાવું હશે તેમ થાશે. આ કાર્ય તો મારે કરવું કરવું ન કરવું જ છે). એટલે મિથ્યાત્વનું પોષણ થાય (એટલે કે મિથ્યાત્વનું પોષણ થતું હોય તો) એ દિશામાં તો અત્યંત અત્યંત સાવધાની રહેવી ઘટે છે, એમ કહેવું છે. મિથ્યાત્વનું પોષણ થાય એ દિશામાં તો અત્યંત અત્યંત સાવધાની રહેવી ઘટે છે. અગૃહીત મિથ્યાત્વ અનાદિનું ચાલુ છે. મનુષ્ય પર્યાયમાં આવીને ગૃહીત મિથ્યાત્વનો પ્રસંગ ઊભો થાય છે અને તે ધર્મના બહાને અને ધર્મના નિમિત્તે થાય છે. એટલે એ વિષયમાં ગુરુદેવશ્રીએ અનંત કરુણા કરીને એ વાતને સ્પષ્ટ કરી છે. આ પુણ્ય-પુણ્ય કરીને જીવ મીઠાશ વેદે છે ને ! એ પુણ્ય કરે છે એમાં બુદ્ધિપૂર્વક પુણ્ય તત્ત્વને જે કલ્યાણનું કારણ માને છે . મોક્ષનું કારણ માને છે . આત્માના હિતનું કારણ માને છે તે ગૃહીત (મિથ્યાત્વ) થાય છે. અન્ય મતમાં અને બીજા ફેરફારમાં તો ગૃહીત મિથ્યાત્વ) થઈ જ જાય છે. જેના દર્શનમાં પણ બીજાં ફેરફાર કરે તો ગૃહીત મિથ્યાત્વ થઈ જાય છે. અન્ય મતમાં તો સ્થળ ગૃહીત મિથ્યાત્વ છે. પણ કહેવાતા જૈનદર્શનમાં એ રહે અને સનાતન જે માર્ગ ચાલ્યો આવે છે એમાં ફેરફાર કરે તોપણ એને ગૃહીત મિથ્યાદર્શનનો પ્રસંગ ઊભો થઈ જાય છે ! આવો વિષય છે. ગૃહીત એટલે ત્યાં સ્થળ મિથ્યાત્વ (થઈ ગયું, તીવ્ર મિથ્યાત્વ થઈ ગયું. અહીં તો અગૃહીત (મિથ્યાત્વ) છૂટીને મોક્ષમાર્ગમાં આવે એ પ્રકાર એણે ગ્રહણ કરવો જોઈએ. એટલી હદે આવવાની વાત છે. ગૃહીત મિથ્યાત્વમાં છે એ મિથ્યાત્વની તીવ્રતામાં આગળ વધ્યો છે. મિથ્યાત્વ બન્નેમાં સામાન્ય છે, પણ તીવ્ર મિથ્યાત્વને કારણે સમ્યગ્દર્શનમાં આવવાં માટે વધારે દૂર થયો છે ! આટલો ફેર છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258