________________
+"
: કેમ ન
૨૧૪
[પરમાગમસાર-૨૪૮] વિચારથી એક ડગલું આગળ છે. આની અંદર વિચાર સાથે છે, પણ વિચાર ઉપરાંત આમાં એક વાત વધારે છે કે, અવલોકન કર કે તારામાં શું ફેર પડ્યો ? આમ વિચારવાનું છે અને સાથે-સાથે આમ અવલોકન કરવાનું છે. તને જણાશે કે, એ જુદી ચીજ છે અને એ જુદી ચીજના પર્યાયના ફેરફારથી, ક્ષેત્રના ફેરફારથી (તારામાં કોઈ ફેરફાર થતો નથી. દાગીનો ચોરાઈ ગયો (હોય) એને ગાળી નાખે પછી એ મારું સોનું છે એ કહેવાનો અધિકાર રહે નહિ. એ ક્ષેત્રનો ફેરફાર થયો અને પર્યાયનો ફેરફાર થયો તો તારામાં શું ફેરફાર થયો ? તપાસ તને ! એમ કહે છે. કોઈ ફેરફાર થતો નથી. આ આત્મા જ્ઞાનાદિ પરિણામ સહિત એવોને એવો સદાય રહે છે. એનામાં કોઈ ફેરફાર થતો નથી.
એ સંયોગોનું લક્ષ છૂટી જાય, રાગાદિનું–કષાયનું લક્ષ છૂટી જાય, ત્યારે એમાં જે સ્વપણું તીવ્રપણે થઈ રહ્યું હતું એ સ્વપણું રહેતું નથી. અને એ સ્વપણે ત્યાંથી ખસ્યું ત્યારે એને જ્ઞાનાદિભાવમાં–ચૈતન્યવસ્તુમાં સ્વપણું આવે છે. જ્ઞાન જુદું જણાય છે એમ નહિ (પણ) જ્ઞાન સ્વપણે જુદું જણાય છે. રાગાદિભાવ જુદાં જણાય છે. એમ નહિ (પણ) રાગાદિભાવ પરપણે જુદાં જણાય છે. એમ થતાં રાગ અને પરમાં ઉપેક્ષા આવે છે અથવા અરસ પરિણામ થાય છે, જણાવા છતાં એમાં અરસ પરિણામ થાય છે. અને જ્ઞાનાદિ ભાવમાં સ્વપણે સરસ પરિણામ થાય છે. પેલાં ઉપેક્ષિત ભાવે વિષય થઈ જાય છે અને આ અપેક્ષિત વિષય થઈ જાય છે. આટલો બધો સાથે-સાથે એક જ પરિણામમાં આ બધો ફેરફાર ઉત્પન્ન થાય છે. ત્યારે એને ખરો ત્યાગ (અર્થાતુ) મિથ્યાત્વનો ત્યાગ સમ્યક્ પ્રકારે (થયો). (ત્યારે તેને ત્યાગના વિષયમાં શરૂઆત થઈ એમ કહેવામાં આવે છે. એ ખરો ત્યાગ એટલે સાચો ત્યાગ છે. આમ એક સાથે છે.
કેટલાં બોલ છે ? ઉપેક્ષા થવી, ઉપેક્ષા થતાં અરસપણે થવું એ ભિન્નપણું અથવા પરપણું જણાયું એનું લક્ષણ છે અથવા એનું એ સ્વરૂપ છે. જ્ઞાનમાં સ્વપણું થયું એટલે સાથે-સાથે જ્ઞાનરસ અને ચૈતન્યરસ પણ વધ્યો અને જ્ઞાન સ્વપણે વેદાયું તે આત્મા અનુભવમાં આવ્યો. સ્વપણે જ્ઞાન વેદાયું તે જ આત્મા છે. આગળ એવો એક બોલ આવશે. એમ ત્યાં સમ્યક પ્રકારે ભેદજ્ઞાન થયું ત્યારે મિથ્યાત્વનો નાશ થયો. એમ લેવું છે. એ ૨૪૮ થયો.