________________
કહાન રત્ન સરિતા
૨૧૭
અજ્ઞાનભાવે મમત્વ કરે છે. જીવ મીઠાશ ક્યારે વેદે છે ? કે એમાં એને
મમત્વ થાય છે. પોતાના વીતરાગ સ્વરૂપમાં અહપણું-મમપણું-મમત્વપણું થતું નથી. તેથી તે પુણ્યની મીઠાશમાં - પુણ્યભાવમાં એ મમત્વ કરે છે. એ એના સ્વરૂપના અ અજ્ઞાનને જાહેર કરે છે પ્રસિદ્ધ કરે છે. પુણ્ય ભાવની મીઠાશ અને પુણ્યભાવમાં મમત્વ છે, એ સ્વરૂપના અજ્ઞાનને પ્રસિદ્ધ કરનારા પરિણામ
છે.
જે કોઈ જીવ પુણ્યમાં મમત્વ કરે છે એના વિષયમાં પરીક્ષા કરવાની જરૂર નથી, આવશ્યકતા નથી કે એને આત્મજ્ઞાન છે કે નહિ ! આત્મજ્ઞાન હોય એને એ પ્રકાર આવતો નથી અને જેને આત્મજ્ઞાન છે એ તો શુભાશુભને છેદીને વીતરાગી ધર્મમાં વિકાસ કરતો હોવાથી એને પુણ્ય પરિણામમાં મમત્વ આવતું નથી.
પુણ્યની મહિમા કરે છે. મીઠાશ કરે છે. આ પુણ્ય-પુણ્ય બે (વાર) શબ્દ વાપર્યો ને ! એ એની મહત્તાસૂચક છે. જેને એની મહત્તા આવે છે એ વારંવાર એને જ મુખ્ય કરે છે. જેને પુણ્યની મહત્તા છે એને આત્માની મહત્તા નથી. રાગની જેને મહત્તા છે એને રાગ રહિત આત્મતત્ત્વની મહત્તા નથી, એમ સ્પષ્ટ થાય છે. તેથી જે પુણ્યના હિમાયતી છે તે વીતરાગતાને ગૌણ ક૨ના૨ા છે અને જે વીતરાગી ધર્મ કરવાના હિમાયતી છે એ પુણ્ય ગોણ કરી જાય છે. એને પુણ્ય પરિણામ થાય છે ખરા પણ એ પુણ્ય પરિણાન એ ગૌણ કરે છે.
અહીંયા કહે છે કે, પુણ્ય પરિણામ તને થશે ખરા. જ્યાં સુધી છદ્મસ્થ છો, સાધક અવસ્થામાં પણ વીતરાગતા અધૂરી છે પૂરેપૂરી વિકાસ પામેલી નથી, ત્યાં સુધી જે કચાશ છે, અલ્પતા છે એમાં પુણ્યના પરિણામ થશે ખરાં, પણ એની મીઠાશ વેદવી એ બીજી વાત છે. પુણ્ય થવું એ બીજી વાત છે ને પુણ્યની મુખ્યતા થવી, એની મીઠાશ થવી એ તદ્દન બીજી વાત છે. એની કાંઈ કિંમત નથી, એમ. પુણ્યની કેમ કિંમત નથી ? (કારણ) કે એના ફળની પણ કિંમત નથી. પુણ્યની એટલાં માટે કિંમત નથી (કેમકે) પુણ્યના ફળનાં કારણરૂપ એ પુણ્ય છે. પુણ્યભાવ તો પુણ્યફળના કારણરૂપ
છે.
જગતમાં જે જીવો તીવ્ર પાપનાં પરિણામ કરે છે અથવા તીવ્ર પાપી
·