________________
કહાન રત્ન સરિતા
૨૧૯ જીવો કરે છે તેનાથી પણ તેને સુખ લેવાનો ને સુખ મેળવવાનો ભાવ છે કે બીજું કાંઈ છે ? માણસ આ ધંધા-વેપાર કરે છે કે નહિ ? એકલાં પાપના પોટલાં છે. પ્રમાણિકતાથી કરે તોપણ હોં ! પ્રમાણિકતાથી તો અત્યારે ઓછા કરે છે, કો'ક જ કરે છે. પણ પ્રમાણિકતાથી કરે તો પણ એકલાં પાપનાં જ પોટલાં છે. પાપ નથી (પણ) પાપનાં પોટલાં છે ! ઢગલાબંધ છે !
પ્રશ્ન :- આજીવિકા પૂરતું તો માણસ કરે ને ?
સમાધાન :- આજીવિકા પૂરતું કરવું પડે, એનો ખેદ હોવો જોઈએ અભિપ્રાય ન હોવો જોઈએ.
હવે એ જે પાપના પરિણામ થાય છે એની પાછળ આ જીવનો પોતાનો - દરેકને પોતાને એની પાછળ અભિપ્રાય શું છે ? એ શોધી લેવું જોઈએ.
મુમુક્ષ :- શરૂઆતમાં ભૂલ દેખાય પણ પછી એ હકીકત થઈ જાય છે ? પૂજ્ય ભાઈશ્રી :- હકીકત થઈ જાય એટલે ? મુમુક્ષુ :- કે, બરાબર છે, ચાલ્યા કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હું આમાંથી ક્યારે છૂટું એવાં એને પરિણામ રહેવાં જોઈએ. આમાં આગળ વધુ એવા પરિણામ ન રહેવા જોઈએ, પણ આમાંથી હું ક્યારે છૂટું, એવા પરિણામ રહેવાં જોઈએ.
શ્રીમદ્જીએ મુમુક્ષુઓને માર્ગદર્શન ઘણાં પ્રકારે આપ્યું છે, એમાં એક જગ્યાએ એક વાત એવી કરી છે કે, ભાઈ ! તું તને પૂછજે કે જો તને વિશેષ રળવાની જરૂર ન હોય એટલે આજીવિકા પૂરતી વ્યવસ્થા પૂર્વ પુણ્યના કર્મના ઉદયે ગોઠવાયેલી હોય, એવા પૂર્વકર્મ હોય કે જેથી એ ગોઠવાયેલી હોય, ... તો તું કોના માટે અને શા માટે કરે છે ? એ તને તું પૂછજે ! તું તને પૂછી લેજે કે હવે તું કોના માટે કરે છે ? અને શામાટે કરે છો? આમ કરવા પાછળ તારો અભિપ્રાય શું છે ? એ તું તારા અંતરંગને તપાસી લેજે અને એ તપાસતાં તને એમ લાગે કે આવશ્યકતા નથી, છતાં આ પ્રવૃત્તિ કરવાનો ભાવ થાય છે તો તને તારું હિત કરવાની દરકાર આવી નથી ! તારું કાર્ય તારે શીધ્ર કરી લેવું જોઈએ એ ભાવના મૂળમાંથી નાશ પામી ગઈ છે ત્યારે તને આ પરિણામ થાય છે એમ તું એટલો વિચાર કરજે ! આટલી વાત છે.
ઘણી ઘણી વાતો સપુરુષો કરી ગયાં છે, એનું મૂલ્ય ન થાય ! એની