________________
૨૧૮
[પરમાગમસાર-૨૫૦] ગણાય છે, એવાં) હલકા અને નીચ પરિણામવાળા જે જીવો છે . એવા પાપીમાં પાપી જીવને એ પુણ્યના ફળનો સંયોગ તો જોવામાં આવે છે.
માંસ ખાય, દારૂ પીવે, અનેક પ્રકારનાં તીવ્ર હિંસાત્મક ઉદ્યોગો કરે, ઘણાં પાપનાં પરિણામ કરે, એવા જીવને પણ પુણ્યનાં ફળરૂપ સંયોગો તો જોવામાં આવે છે ! તો એની કિંમત શું ? કે એની તો ખરેખર કોઈ કિંમત આંકવી જોઈએ નહિ. એ પુણ્યના ફળ તો પાપી પ્રાણીઓને પણ હોય છે. એની શું કિંમત ? કે એની કોઈ કિંમત આ જગતમાં નથી.
મોક્ષમાર્ગમાં આત્માનું મહત્ત્વ અને આત્માની મુખ્યતા ને આત્મધર્મની મુખ્યતા એટલી છે કે પુણ્ય-પાપ ને પુણ્ય-પાપના ફળની કાંઈ કિંમત જ આંકવામાં આવી નથી. તેથી મોક્ષમાર્ગી જીવે, મોક્ષાર્થી જીવે પાપના પરિણામની તો કિંમત આંકવાનો સવાલ રહેતો નથી, પાપની મહત્તા કરવાનો તો પ્રશ્ન છે જ નહિ, એ તો વિવાદાસ્પદ (વાત) જ નથી, પણ પુણ્ય પરિણામની - પોતાના પુણ્ય પરિણામની પણ એણે કદી મહત્તા કરવી નહિ અને એ પુણ્યભાવમાં એણે મમત્વ ન કરવું. એમ ઉપદેશ છે.
વીતરાગોનો એ ઉપદેશ છે કે રાગની મહત્તા ન કરવી. વીતરાગતાની જ મહત્તા કરવી અને રાગની મહત્તા ન કરવી. પાપની મહત્તા કરવાનું તો કોઈ ધર્મ કહેતું નથી. વીતરાગ ધર્મ તો કહે જ શેનો ? ઇસ્લામ જેવા ઇસ્લામ ધર્મમાં પણ પાપ ન કરવું એવું તો ચોખ્ખું લખેલું હોય છે. પછી ભલે કોઈને કોઈ બહાને ત્યાં પાપ ઘુસી જાય છે. પણ ચોખ્ખું પાપ કરવું એવું તો કોઈ કહેતું નથી. તો (જે જૈનધર્મ) સર્વોત્કૃષ્ટ ધર્મ છે, જ્યાં પુણ્ય ને પણ પાપમાં ખતવવામાં આવે છે, ત્યાં ચોખ્ખું પાપ કરવાની વાત હોય એ વાત તો સ્વપ્ન પણ વિચારવા જેવી નથી. પ્રશ્ન :- પાપ થઈ જાય એનું શું કરવું ?
સમાધાન :- થઈ જાય તો એનો ખેદ થવો જોઈએ. થઈ જાય એટલે એનો બચાવ ન કરવો જોઈએ કે અમે તો ગૃહસ્થી છીએ અને ગૃહસ્થીમાં આટલું પાપ તો કરવું જ પડે ! એમ કરવા જતાં તો એ પાપ કરવાનો અભિપ્રાય થઈ જશે અને અભિપ્રાયનો મોટો દોષ ઉત્પન્ન થશે.
આમાં શું કે કોઈ પરિણામ થાય એની પાછળ આ જીવનો અભિપ્રાય શું છે ? એ (મહત્ત્વની વાત છે. આ જગતમાં જે કાંઈ પાપના પરિણામ