________________
૨૧૨
[પરમાગમસા૨-૨૪૮]
એમ કહેવામાં આવે છે. ચૈતન્યવસ્તુ તો પોતે છે, પણ એ પોતે છે એમાં પોતાપણું ચૂકાઈ ગયું હતું. એ શ્રદ્ધાએ—જ્ઞાને કરીને પોતામાં પોતાપણું સ્થાપિત થયું ત્યારે એણે ચૈતન્યનું ગ્રહણ કર્યુ, ચૈતન્યવસ્તુ પકડી એમ કહેવાય છે. ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય...' ત્યારે એને પરમાં સ્વપણાના અધ્યાસનો ત્યાગ થાય. એ ત્યાગ તે ‘...ખરો ત્યાગ છે.'
ત્યાગનું જે આખું પ્રકરણ છે, મોક્ષમાર્ગને વિષે ત્યાગનું જે પ્રક૨ણ છે, એ પ્રકરણમાં પહેલો મિથ્યાત્વનો ત્યાગ થવો જોઈએ, એમ જિનેન્દ્રની આજ્ઞા છે. જિનેશ્વરની જે આજ્ઞા છે તે એ પ્રકારે છે કે, પ્રથમમાં પ્રથમ મિથ્યાત્વનો ત્યાગ થવો જોઈએ. મિથ્યાત્વનો ત્યાગ થયા પછી સમ્યક્ પ્રકારે અસંયમનો ત્યાગ થાય છે. ત્યાગ (થાય છે) એટલે અભાવ થાય છે, હોં ! અહીંયા ત્યાગ એટલે અભાવ થાય છે. એવાં પરિણામ ઉત્પન્ન ન થાય. ત્યારે અસંયમના અભાવમાં અસંયમના નિમિત્ત એવાં પાંચ ઇન્દ્રિયના વિષયોનો પણ સંયોગ રહેતો નથી. ત્યારે એને લોકો પણ જાણે છે કે, ત્યાગ થયો. એ સિવાય બહારમાં વિષયોનો ત્યાગ થાય તો એને ખરેખર ત્યાગ થયો, એમ આ માર્ગમાં કહેવામાં આવતું નથી.
મુમુક્ષુ :- અત્યારે એવી ચર્ચા ચાલે છે કે, મિથ્યાત્વનો બંધ જ નથી ! પૂજ્ય ભાઈશ્રી :- બંધ જ થતો નથી ?! જૈનદર્શનમાં આ ચર્ચા ચાલે છે !? ઠીક !
મુમુક્ષુ :- ૨૫૦ બોલમાં એમ કહે છે કે મિથ્યાત્વભાવ તે કષાયખાનું
છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, સાત વ્યસનના પાપથી અનંતગણું છે. એટલે સાત વ્યસનના પાપથી એનું બંધન વધારે છે. પણ જે બંધના કારણો છે, એમાં તો ‘તત્ત્વાર્થસૂત્ર’ માં ‘ઉમાસ્વામી’ નું સૂત્ર ચર્ચા કરનારાઓને મંજૂર છે કે નહિ ? ‘મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય, યોગ બંધ હેતવઃ' આવું સૂત્ર છે. છે કે નહિ ? ‘તત્ત્વાર્થસૂત્ર’ માં ત્યાં આસ્રવનો અધિકાર ચાલ્યો છે. અને આસ્રવ તે બંધનું કારણ છે, ત્યારે એ આસવનું સ્વરૂપ શું છે? ‘મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય, યોગ બંધ હેતવ:' કેમકે આ તો વ્યવહારનયના વિષયરૂપ ગ્રંથ છે. આ ગ્રંથમાં બધાં ભેદ-પ્રભેદોનું ઘણું વર્ણન છે. કથાનુયોગ સિવાય, ત્રણે અનુયોગનો વિષય છે. કરણાનુયોગની ઘણી