________________
૨૦૫
કહાન રત્ન સરિતા આટલું બધું એકત્વ કરી લીધું ! વાત તો સાધારણ છે. રોજિંદો પ્રસંગ છે. પાણી પીવાનો તો રોજનો ઉદય પ્રસંગ છે. ખાવું-પીવું વગેરે શરીરની અમુક ક્રિયા તો રોજની છે ને ? હવે એમાં પણ એકમેક થઈને (પરિણમે છે). એમાં પણ એવો) ટેવાઈ ગયો હોય; ઘરમાં સાધનો ગોઠવ્યાં હોય પણ આ ઇલેકટ્રીક બંધ થાય ને કાંઈક બીજું ત્રીજું થાય અને બરફની અછત ઊભી થાય ને બીજું કંઈક થાય ત્યારે આકુળતા... આકુળતા... આકુળતા... કરી બેસે ! આ રાજ્યમાં આમ થાય છે ને, આ દેશમાં આમ થાય છે ને આ ગામમાં આમ થાય છે. આ ઘરમાં આમ થાય છે ને. આ તમે બધાં વ્યવસ્થા રાખી શકતાં નથી. નથી રાજવાળા રાજની વ્યવસ્થા રાખતાં ને ગામવાળા ગામની રાખતાં ને ઘરવાળા ઘરની રાખતાં. એ બધાં ઉપર રોશ-તોશ થઈ જાય છે ! ભાઈને અનુકૂળતા રહેતી નથી કારણ આટલું જ કે ભાઈને અનુકૂળતા રહેતી નથી. પણ બાપુ ! એ બધી એકત્વની ઉદયની પરિસ્થિતિ તારે ક્યાં સુધી લંબાવવી છે ? અનંતકાળથી તો એ પદ્ધતિએ તું જીવતો આવ્યો અને એમાં તને ક્યાંય સુખ-ચેન નથી. અત્યારે નથી, ભૂતકાળમાં ન્હોતું અને ભવિષ્યમાં રહેશે નહિ.
હવે તો પ્રત્યેક ઉદયના પ્રસંગે તું જો તો ખરો ! એમ કહેવું છે. બહુ સરસ (વાત આવી છે). ભેદજ્ઞાનની પ્રક્રિયા કેમ કરવી ? એ પદ્ધતિનો આની અંદર એક આખો Undertone છે. તું જો (તો) ખરો, તપાસ તો ખરો, કે તારી પર્યાયમાં શું ફેર પડ્યો ? નાનામાં નાની પાણી પીવાની ક્રિયાથી માંડીને, મોટામાં મોટી વિયોગની, શરીરની - દેહની છૂટવાની ક્રિયા સર્વ ઉદયના કાળમાં એક જ પદ્ધતિ છે, પદ્ધતિ બીજી નથી. અવલોકન કર આ પદ્ધતિ છે. અવલોકન કર કે તારામાં શું ફેર પડે છે ? આવે છે શું ? ઠંડું પાણી પીધું એમાં આવ્યું શું ? કે તું કોરેકોરો નક્કોર રહ્યો છે. તારામાં કાંઈ આવ્યું નથી. એક રજકણ તારામાં આવ્યું નથી અને શરીર છૂટવા પર્વતના કાળથી તારામાંથી કાંઈ જતું નથી. અખંડ, અભેદ (એવા) તારા પરિપૂર્ણ સ્વરૂપથી સદાય તું જીવતો છો. સાધકોને એવા દેહ છૂટવાના પ્રસંગો બને છે કે આ બાજુ દેહ છૂટે - આયુષ્ય પૂરું થાય અને આ બાજુ શુદ્ધોપયોગમાં લીન હોય !! છેલ્લાં ઉપયોગમાં હોં ! વિગ્રહગતિમાં ઉપયોગ નથી. અસંખ્ય સમયનો ઉપયોગ છે ને ! પણ અહીંયા છેલ્લાં સમયોમાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં