________________
કહાન રત્ન સરિતા -
૧૮૭
એ આત્મબુદ્ધિ છોડી દેવી. સમજાવવાની ભાગ્યે જ જરૂ૨ છે કે બીજાં સંયોગોમાં આત્મબુદ્ધિ ક૨વી નહિ. એ સમજાવવાની જરૂર રહેતી નથી. જો શરીરમાં આત્મબુદ્ધિ ક૨વાનો નિષેધ છે, મનાઈ છે તો પછી બીજાં સંયોગોમાં આત્મબુદ્ધિ કરવી, એ વાત તો કોઈ કાળે ન કરવી જોઈએ, એમ સમજાવવાની જરૂ૨ રહેતી નથી. એની અંદર આવી ગયું.
આત્મબુદ્ધિ એટલે શરીરની શાતામાં હરખાવું નહિ અને શરીરની અશાતામાં ખેદાવું નહિ. એક વાત તો ચોખ્ખી છે કે શ૨ી૨ની શાતામાં તો કાંઈ બહુ હ૨ખ નથી થતો. સામાન્ય રીતે તંદુરસ્તી સારી હોય, શરીરનું વૅજન જોઈતું - પૂરતું હોય (એટલે કે) Overweight પણ ન હોય અને Underweight પણ ન હોય - દૂબળો પણ ન હોય ને જાડો પણ ન હોય, તો તો એને એમ લાગે કે ચિત્ત પ્રસન્ન રહે છે ! શરીરમાં રોગ નથી અને શરીરની તંદુરસ્તી સારી છે એટલે મન પણ પ્રસન્ન રહે છે. બીજો તો કાંઈ હરખ કરવાનો સવાલ રહેતો નથી. પણ જ્યારે શરીરની અશાતા ઊભી થાય છે ત્યારે તો એનું દુઃખ ઉત્પન્ન થયા વિના રહેતું નથી અને એ દુઃખને મટાડવાનો પ્રયત્ન તો થાય, થાય ને થાય જ. એનું શું કરવું ?
જો રોગના કાળમાં દુઃખ મટાડવા માટે એનો ઉપાય કરવાની દોડાદોડી, જે કાંઈ પ્રયત્ન કરવો પડે છે, એટલું દુઃખ રોગના કાળમાં થાય તો મરણનાં કાળમાં કેટલાં ગણું થાય ? એ ત્રિરાશિ મૂકી દેવી. ઘણું દુ:ખ થાય. એ તો આપોઆપ સમજી શકાય એવું છે. તો એ દુઃખ કેમ મટાડવું ? દેહાત્મબુદ્ધિ મટે તો દુ:ખ મટે. આ તો એનો એક સિદ્ધાંત થયો. ‘શરીર તે હું છું’ એવી આત્મબુદ્ધિ મટે તો એને દૃષ્ટિમાંથી દેહની દૃષ્ટિ છૂટી અને આત્માની દૃષ્ટિ થાય. આ તો એક Side ની (બાજુની) Negative (નાસ્તિની) વાત છે. શરીરમાંથી દૃષ્ટિ છોડ એટલે બુદ્ધિ - આત્મબુદ્ધિ છોડ. એ તો Negative
વાત થઈ.
એનું Positive (અસ્તિનું) પાસું એવું છે કે આત્મામાં આત્મબુદ્ધિ કર ! એ અહીંયા અનર્પિત છે. એક વાતમાં બીજી વાત ગર્ભિત રીતે રહેલી હોય છે. આમાંથી એ નીકળે છે કે શરીરમાંથી આત્મબુદ્ધિ છોડ એનો અર્થ એ છે કે તું આત્મામાં આત્મબુદ્ધિ કર ! એ વાત છે. એટલે એમ છે કે, જો આત્મામાં આત્મબુદ્ધિ ક૨વામાં આવે તો શરીરમાંથી આત્મબુદ્ધિ છૂટે. સમજી