________________
૧૯૪
પિરમાગમસાર-૨૪૩] નથી. અહીંયા મનુષ્યમાં લોકો માંસાહાર અને વનસ્પતિ આહારનો વિવેક નથી કરતાં તો ત્યાં તો ક્યાંથી કરશે ! એને ભૂખ લાગે છે, આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે અને એને વશ એ આહારની પ્રવૃત્તિ કરે છે. એમાં બીજાને શું થાય છે, અને આ પરિણામથી મારી દેહાત્મબુદ્ધિમાં મને શું થાય છે ? બેમાંથી એક પણ વિચાર રહી શકતો નથી. જુઓ પરિસ્થિતિ !
આવી પરિસ્થિતિમાંથી તદ્દન ઊલટી દિશામાં જાવું, આ પરિસ્થિતિ વચ્ચે તદ્દન ઊલટી દિશામાં જાવું છે કે આત્મા નિરાહાર સ્વરૂપ છે, નિરાલંબ નિરપેક્ષ છે, અનાદિ અનંત પોતાની શક્તિ અને સામર્થ્યથી અસ્તિત્વ ધરાવતું તત્ત્વ છે, કોઈના વિના સર્વ કાળે પરિપૂર્ણ છે તેથી અત્યારે પણ પરિપૂર્ણ છે. કેમકે પુરુષાર્થ તો અત્યારે કરવો છે ને પરભાવથી અને પરદ્રવ્યથી ભિન્ન તો અત્યારે થવું છે. એવા આત્માને શ્રદ્ધામાં સ્વીકારવો, એવાં આત્માને શ્રદ્ધેય બનાવવો, એવા આત્માને અભેદ અનુભવજ્ઞાનમાં લેવો અને એવાં શ્રદ્ધા જ્ઞાનમાં સ્થિર રહી જવું, એ કાર્યને ઉપરોક્ત પરિસ્થિતિ વચ્ચે દુર્લભ અને કઠિન ગણવામાં આવે છે. તોપણ તે અશક્ય ને અસંભવિત નથી. કદી નહિ કરેલું હોવાથી અને આ પરિસ્થિતિની વચ્ચે તે કાર્ય કરવું અઘરું દેખાતું હોવાં છતાં પણ એ અશક્ય ને અસંભવિત તો નથી જ. અનંતા આત્માઓએ એ કાર્ય કર્યું છે કે જે આત્માઓ આપણાં જેવાં જ હતાં, બીજી જાતનાં નહોતા. આપણા જ જેવાં હતાં, એમ કહે છે. અત્યાર સુધીમાં એવાં અનંતા આત્માઓ થઈ ગયાં.
(અહીંયા) કહે છે કે, દેહને દૃષ્ટિમાંથી છોડ. શારીરિક પ્રક્રિયા અને આત્માની ક્રિયા, શરીરની ક્રિયા અને આત્માની ક્રિયા એ ભિન્ન ભિન્ન પદાર્થની _ક્રિયા છે. એક પદાર્થની ક્રિયામાં, સંયોગમાં રહેલાં બીજાં જ પદાર્થની ક્રિયાનો અભાવ છે, ઠીક ! જીવના પરિણામમાં શરીરનો અભાવ છે, શરીરની અનેક પ્રકારની ક્રિયાઓમાં ચૈતન્યનો અભાવ છે. એમ એને ભિન્ન-ભિન્નપણે અવલોકવાનો પ્રયાસ થવો જોઈએ. ભિન્ન છે એને ભિન્નપણે અવલોકન કરવું છે. જે ભિન્ન છે તે અભિન્નપણે અનુભવાય છે તે ભૂલ છે અને તે મિથ્યાત્વની ભૂલ છે, મિથ્યાત્વની ભૂલ થાય છે, ગંભીર ભૂલ થાય છે, જન્મ-મરણ ઊભાં થાય એવી ભૂલ થાય છે. તેથી ભિન્ન છે એને ભિન્ન અનુભવવા માટે પ્રથમ એનું ભિન્નપણાનું અવલોકન શરૂ થવું જોઈએ. .