________________
કહાન રત્ન સરિતા -
૧૯૫
અનુભવની પૂર્વક્રિયા અવલોકનની છે. પહેલાં તો એને એમ નવો સંસ્કાર આવ્યો ને કે, હે જીવ ! તું દેહાદિ સ્વરૂપે નથી. દેહ સ્વરૂપે હું નથી - એમ કહ્યું પણ સાંભળ્યું ત્યારે દેહ સ્વરૂપે હું નથી' એવો અનુભવ નથી, અનુભવથી વિરુદ્ધ સાંભળ્યું. તો એણે પહેલાં એની તપાસમાં ઊતરવું જોઈએ કે, આ અનુભવ સાચો કે કહેનાર કહે છે તે પરિસ્થિતિ છે તે સાચી છે કે નહિ ? ચાલતાં પરિણામો, શરીરના અને આત્માના ચાલતાં પર્યાયો સંયોગમાં હોવા છતાં એની જુદાઈ છે કે એ એકમેક થયાં છે, એની તપાસમાં અને અવલોકનમાં એણે ઊતરવું જોઈએ.
અહીંયા પાછળ એક જગ્યાએ આવશે, (એક બોલ) ખેંચેલો છે, બનતા સુધી તો અનુભવ પ્રકાશ'ના પ્રવચનોમાંથી એ વિષય આવ્યો છે. પણ એ પણ સ્પષ્ટ આવ્યો છે કે, અવલોકન તે અનુભવની જ Line છે. વિચાર તે સીધી અનુભવની Line નથી. અવલોકનમાં વિચાર સાથે છે એટલે કોઈવાર અવલોકનની સૂક્ષ્મતાને ન સમજે એને વિચાર કરવા માટે કહેવામાં આવે છે કે, આનો તું વિચાર કર, આનો તું વિચાર કર, કેમકે વિચારથી એ વધારે પરિચિત છે અને અવલોકન સાથે પણ વિચાર હજી ચાલતો હોય છે. તેથી વિચારની પ્રધાનતાથી કહેવાય છે કે, તું આ વિચાર ! પણ ખરેખર એથી આગળ જઈએ તો અનુભવમાં પહોંચવા માટે “અવલોકન પદ્ધતિ' તે અનુભવ પદ્ધતિમાં આવવા સાથે વિશેષ સુસંગતતા ધરાવે છે. અથવા અવલોકનમાં એક પ્રકારે અનુભવની નજીક જવાતું હોવાથી અથવા અવલોકનનો વિષય અનુભવ હોવાથી (તે પદ્ધતિ વધારે સુસંગત છે). (કેમકે) અનુભવનું અવલોકન કરવું છે ને ! કે, જ્ઞાનની પર્યાય - ચૈતન્યની પર્યાય અને જડની - શરીરની પર્યાય એક છે કે જુદી છે ? બન્નેના પરિણામો, બન્નેની ક્રિયાઓ એક છે કે જુદી-જુદી છે ?
એક દૃષ્ટાંત લઈએ, માણસે એમ કહ્યું કે, મેં ખાધું.’ એમાં જીવે શું ખાધું ? જે કોઈ દાળ, ભાત, શાક, રોટલી થાળીમાં પડેલી હતી, એ પરમાણુઓ ત્યાંથી ક્ષેત્ર બદલી અને હોજરી સુધી ગયાં, મુખ વાટે હોજરી સુધી ગયાં. તો તે ૫૨માણુઓ તે જ પરમાણુઓ રૂપે રહ્યાં છે, ખવાઈ ગયાં નથી ! ખવાઈ એટલે ક્ષય થઈ ગયા નથી. ખય કહે છે ક્ષય(ને) ? એ પરમાણુ કંઈ ખવાણા છે, ક્ષય થઈ ગયા છે, એમ તો નથી. તેમ તે પરમાણુઓ ક્ષેત્ર