________________
૧૯૨
પિરમાગમસાર-૨૪૩] તીલાંજલી દેનાર, એ સુખને પણ સુખ નહિ ગણીને, એનાથી દૂર થઈને આત્મિક સુખમાં પરિણમનાર કોઈ વિરલ પુરુષ હોય છે, એમ ગણીને એને શૂરવીરનું કાર્ય ગણવામાં આવ્યું છે ! એ શૂરવીરના ખેલ છે, એમ કહેવામાં આવે છે. - આ વિષય તો ઘણો ગંભીર વિષય છે. મિનિટોમાં પૂરો થાય એવો નથી. આ વિષયમાં ઘણું ઊંડું તત્ત્વજ્ઞાન રહ્યું છે. અત્યારે તો અહીંયા સમય પૂરો થાય છે.
પ્રવચન-૨૧, તા. ૧૮-૫-૧૯૯૩
(પરમાગમસાર, બોલ–૨૪૩) દેહાત્મબુદ્ધિને છોડવા માટેનો આ બોલ છે. શરીરની સાથેનું જીવનું જોડાણ અનાદિકાળથી રૂઢ થયેલાં સંસ્કારને વશ એટલું તીવ્ર છે કે, શરીરથી જુદો અનુભવ કરવો, આત્મામાં આત્મબુદ્ધિ - આત્મદૃષ્ટિ કરવી એ કોઈ વિરલ પુરુષને વિષે બને છે.
અહીંયા શ્રીગુરુનો ઉપદેશ છે કે, દેહ છૂટો પડે - મૃત્યુકાળે દેહથી છૂટવાનું થાય એ પહેલાં જ. તું દેહના સંયોગ કાળે જ દેહના સંયોગના સદ્ભાવમાં જ દેહાત્મબુદ્ધિ છોડ ! “દેહ તે હું છું, શરીર તે હું છું એવા અનુભવથી તું છૂટી જા ! એ જૂઠો અનુભવ છે, એ મિથ્યા અનુભવ છે અને ફરીને નવીન દેહ ધારણ કરવાનું એ કારણ છે. મરણ થયાં પછી જીવ નવો દેહ ધરે છે એનું શું કારણ ? કે, એ દેહને આત્મબુદ્ધિએ સેવે છે તેથી એને નવા દેહનો સંયોગ થયા વિના રહેતો નથી. આમ છે.