________________
૧૨૫
કહાન રત્ન સરિતા દૂર થાય છે. એટલે પૈસાથી સુખ છે . એમ માનવામાં આવે છે.
અહીંયા ભગવાન કહે છે કે પહેલી વાત આ છે. (૮) નક્કી કર, પૈસામાં સુખ નથી એમ નક્કી કર ! અને જ્યાં સુધી એમ તારામાં નક્કી નહિ થાય ત્યાં સુધી તું એ પૈસા બાજુથી કે બાહ્ય પદાર્થો બાજુથી વલણ ફેરવીને આત્મામાં જંપલાવીશ, એ વાત રહેતી નથી. માણસ એ (પણ) કરે છે, કરોડપતિ, અબજપતિ માણસ દીક્ષા લઈ લે, પછી એણે પૈસામાં સુખ નથી એમ માન્યું કે ન માન્યું? માન્યું? માનવું બીજી વાત છે, ભાઈ ! માનવું બીજી વાત છે. એવો ત્યાગ કરે અને છતાં એણે પૈસામાં સુખ નથી, એમ નથી) માન્યું એમ પણ બને.
પૈસામાં સુખ એણે ખરેખર તો ત્યારે નથી માન્યું કે જ્યારે એણે આત્મામાં સુખ માન્યું છે ત્યારે. જ્યારે આ જીવે આત્મામાં સુખ છે એમ માન્યું ત્યારે તે આત્મામાંથી જ સુખને ભોગવવાનો પુરુષાર્થી થશે અને જ્યાં સુધી એ આત્માના સુખને અંદરમાંથી મેળવવાનો પુરુષાર્થ નહિ કરે, ત્યાં સુધી ભલે એણે ધન - વૈભવનો ત્યાગ કર્યો હોય તોપણ એણે હજી એમાં સુખ માન્યું છે. એ વળી બીજી રીતે માને છે. નહિતર એમ થાય કે એ કેમ સમજાય? ચોખ્ખાં પૈસા છોડી દીધાંને ! આટલાં હતાં ને પૈસા છોડી દીધાં (પણ) એ મેં છોડ્યાં’ એમ જે માને છે) એ એણે છોડ્યાં નથી (પણ) પકડ્યાં છે !! શું કર્યું એણે) ? આ પૈસા મેં છોડ્યાં એ તેણે મારાપણું)' રાખીને છોડ્યાં છે. “મારા હતા ને મેં છોડ્યાં એ મારાપણું એણે હજી રાખ્યું છે. છોડ્યાં છે એ તો બહારની ક્રિયા થઈ છે. અંતરંગ ક્રિયા છોડવાની થઈ નથી.
અહીંયા એમ કહે છે કે બાહ્ય ત્યાગ, બાહ્ય નિવૃત્તિ એ અંતરંગ નિવૃત્તિના અર્થે છે અથવા અંતરંગ નિવૃત્તિના પ્રયોજનને કારણે જો બાહ્ય ત્યાગ ને બાહ્ય નિવૃત્તિ હોય તો એનું સાર્થકપણું છે. પણ જો અંતરંગ પ્રયોજન સચવાય નહિ તો એ બાહ્ય ત્યાગ કર્યો પણ નહિ કર્યા બરાબર છે, કર્યો પણ નહિ કર્યા બરાબર છે. એણે કર્યો જ નથી - એમ ભગવાન કહે છે.
ગુરુદેવશ્રી એક વાર સવારે ઠલ્લે જતા (હતાં), (ત્યારે) સાથે જતા હતાં, બહાર જંગલમાં જતાં). વીસેક વર્ષ પહેલાંની વાત છે. રસ્તામાં બધાં મૌન ચાલતાં હતાં. ૧૦-૧૫ ભાઈઓ હતાં. ઓચિંતું (ગુરુદેવશ્રી) બોલ્યાં કે, દ્રવ્યલિંગી મુનિ નિવૃત્ત જ થયો નથી, જરાય નિવૃત્ત થયો નથી. પણ એણે