________________
કહાન રત્ન સરિતા .
૧૩૯ કરવા યોગ્ય નથી. આમ કરીશ તો બીજા પ્રશંસા કરશે અથવા આમ કરીશ તો બીજાં નિંદા કરશે અને જે કાંઈ મારી કિંમત હતી તે ઘટશે, ઓછી થશે. એના અર્થે - એવાં પ્રયોજનથી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. દાન દઈશ તો મારું નામ બહાર આવશે અને મારું નામ બહાર આવે એ રીતે હું દાન આપું. માણસ નામ લખાવે છે ને ?
અમે સમેતશીખરજી ને એ બાજુ યાત્રામાં ગયા (હતાં). (ત્યાં જોયું કે) નાનામાં નાની ચીજ ઉપર લોકોએ નામ લખાવેલા છે. મંદિરમાં બાજોઠ આપ્યો હોય તો નામ લખાય - બાઈ ફલાણી ફલાણીએ આ બાજોઠ આપ્યો છે, ભાઈ ફલાણાંએ બાજોઠ આપ્યો છે. પંખી ટીંગાડ્યો હોય તો પંખા ઉપર નામ લખાવે. કબાટ આપ્યો હોય તો એના ઉપર નામ લખાવે. નાનામાં નાની ચીજથી) મોટી ચીજમાં બધે (નામ લખાવે. દિગંબર સંપ્રદાયમાં (ચાલે) છે ! મંદિરમાં નામનું મહત્ત્વ ! ફલાણાં ફલાણાંનાં દીકરાનાં દીકરા એમ (કરીને લખાવે. આપણે તો અહીંયા વ્યવસ્થા સારી હતી. ગુરુદેવશ્રીનું ધ્યાન હતું. કોઈ શરતી દાન સ્વીકારવાનું નહિ. કોઈ નામ આપે તેના માટે દાન લેવાનું નહિ. કોઈ જગ્યાએ આપણાં મંદિરોમાં કે સોનગઢના સ્થાનમાં કે કોઈ મંદિરોમાં નામની પ્રથા નથી. કેમકે જીવ પોતાનું નામ માને છે પણ અનામીને ક્યાં નામ છે ? એક તો દેહાત્મબુદ્ધિ ટાળવી છે ને કહે કે મારે મારું નામ જોઈએ ! કોઈ એવી ચેષ્ટા કરે, (કેમકે) બધાં સમજણા નથી હોતા, સમાજમાં બધાં કાંઈ સમજદાર નથી હોતા, તોપણ એની ટીકા ટીપ્પણી આપણે ત્યાં કરવામાં આવે છે કે જુઓ ! નામનો એને મોહ છે ! એટલે એ નામ લખાવાની, નામ રાખવાની વાત ચાલે છે . એ કરવા જેવું નથી.
એમાં કોઈ શ્રીમંત છે માટે ન કહેવાય એ પ્રકાર નથી. એ પદ્ધતિ આત્માને નુકસાન કરનારી છે, એમાં પુણ્ય પણ નથી. પુણ્ય તો થતું નથી પણ પાપની મુખ્યતા હોવાથી એને પાપ પરિણામ કહેવામાં આવે છે. પુણ્ય તો એમાં છે નહિ. એમાં માન કષાય તીવ્ર થાય છે અને તેથી એ પાપના ખાતામાં ખતવાય છે. પુણ્યના ખાતામાં એની ખતવણી થતી નથી. એ ચોખ્ખી અસત્ પ્રવૃત્તિ છે, લ્યો ! આ પ્રશ્ન :- દાન લખાવેલાના બધાંનાં નામ તો છપાય છે !