________________
કહાન રત્ન સરિતા
૧૭૫
(એ જીવના) પરિવારને પણ (સંયોગ છે). જેને કર્મના ઉદય સાથે સંબંધ છે; આ નોકર્મ કહેવાય છે, એનું જે ફળ છે એ બધું (નોકર્મ છે). સંયોગવિયોગ બધું નોકર્મમાં જાય છે. અંદરમાં કર્મનો ઉદય છે. એ સંયોગના કાળમાં વિયોગ સાથે જ ભાવ્યો હોય, એમ (કહેવું છે). એટલે શું ? કે જ્યારે સંયોગ થાય ત્યારે જ એવો વિચાર સાથે હાજર હોય કે આ સંયોગની મીઠાશ ભાવવા જેવી નથી. કેમકે આનો વિયોગ થવાનો છે. છે, ને છે. કાં તો એની હયાતીમાં એનો વિયોગ થાય ને કાં તો પોતે અહીંથી ચાલ્યો જાય ને એનો વિયોગ થાય.
સંયોગના કાળમાં વિયોગ ભાવે એ કાંઈ પ્રસંગને ઉચિત છે ? લ્યો, ઠીક ! માણસ એમ કહે ને કે, ભાઈ ! લગ્નના ટાણે મરસિયા ન ગવાય !’ લગ્ન થતાં હોય ત્યારે શોકના પ્રસંગનાં ગીત ન ગવાય, હરખના પ્રસંગનાં ગીત ગવાય. એ લોકિકમાં એવું બને છે. પણ એ દુઃખનું કારણ છે, (એમ અહીંયા) કહે છે, ઠીક !
પ્રશ્ન :- તો પછી અમારે બધાંએ ક્યાં વસવું ?
સમાધાન :- વસવાનું તો.... પોતે પોતામાં - આત્મામાં વસેલો છે એનું ભાન કરવાનું છે !! વસવાનો સવાલ નથી, વસેલો જ છે, પોતે પોતામાં - આત્મામાં અનંત ગુણનાં પરિવાર સાથે વસેલો જ છે. એનું ભાન કરવું કે મારામાં કેવળજ્ઞાન આદિ અનંત શક્તિઓ છે. એ શક્તિઓની કેળવણી, એ શક્તિઓનો વિકાસ હું સમ્યક્ પ્રકારે કરું. તો એને એના નિવાસસ્થાનથી તો ક્યારેય દૂર જવાનો સવાલ નથી. આત્માના ગુણ છે એ સંયોગી તત્ત્વ નથી. શરીર, મકાન, કુટુંબ-પરિવાર એ બધી સંયોગી ચીજ છે કે જેનો વિયોગ નિશ્ચિત છે. સ્વીકારે કે ન સ્વીકારે, માને કે ન માને, ગણે કે અવગણે પણ એનો વિયોગ નિશ્ચિત છે, છે ને છે.
(કોઈ એમ) કહે કે સંયોગ કાળે એને (વિયાંગને) યાદ ન કરવું ! કેમકે એ વિયોગ ગમતો નથી. સંયોગકાળે વિયોગને યાદ કરે તો ગમતો નથી કેમકે એની મીઠાશને એમાં ડખલ પહોંચે છે. જે સંયોગની મીઠાશ વેદે છે - આ રૂપિયા આવ્યાં, આ મકાન આવ્યું, કુટુંબ-પરિવારમાં નવાં-નવાં સભ્યો આવ્યાં, દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય, સગપણ લગ્ન કરે ત્યારે સારાં વેવાઈ-વેવલા મળે, ને રાજી-રાજી થાય !! એ જે રાજીપો ને