________________
૧૬૮
પિરમાગમસાર-૨૪૧] નથી. મારે ત્યાં ધનધાન્ય એટલું પાકે છે, પુણ્યને કારણે એટલો પાક છે કે આની વખારો ભરાય છે ને એના પણ હું દાન દઈ છું. ખાતાં– પીતાં વધે છે), કરવું શું એનું ? એને પણ દાનમાં દઉં છું તો પછી આ ખડના ભરોટાને સાચવીને મારે શું કરવું છે) ? મોકલી દો એને ! એની નજર ખડ ઉપર હોતી નથી.
એમ જે શુદ્ધતામાં કેવળજ્ઞાનના અને સિદ્ધપદનાં પાક પાકવાના છે, એવા માર્ગે ચાલનાર મોક્ષમાર્ગી જીવને વ્યવહાર રત્નત્રયના કારણે ઊંચામાં ઊંચા શુભરાગનાં નિમિત્તે ઊંચા પુણ્યના કર્મનાં દળીયા બંધાય એ બંધનની સામે એ અપેક્ષા રાખીને જોવે તો એ મોક્ષમાર્ગી નહિ !
જેમ કોઈ શ્રીમંત હોવા છતાં ખડનાં ભરોટાને સાચવે તો એ એની શ્રીમંતાઈ નહિ ! આટલું આટલું અનાજ પાકવા છતાં એ લોભ કરીને ખડને સાચવે તો એની શ્રીમંતાઈ નહિ. એમ અહીંયા કહે છે કે વીતરાગતાની જે કિંમત છે એની પાસે રાગની શું કિંમત છે ? ઊંચામાં ઊંચા વ્યવહારના રાગની પણ એમાં કોઈ કિંમત નથી. એ પરિસ્થિતિ મોક્ષમાર્ગી જીવની હોય છે. એ મોક્ષમાર્ગી જીવની વાસ્તવિક સ્થિતિ છે. એને અહીંયા પ્રદર્શિત કરે છે. શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે. એમાં એ રોકાઈ જાય છે, આગળ વધતો નથી, વીતરાગતા ઉત્પન્ન કરી શકતો નથી.
એથી આગળ ચાલીને . એમ કહે છે કે, “પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે. પરસત્તાવલંબી જ્ઞાન (એટલે) બીજા પદાર્થને લક્ષમાં રાખીને, બીજાં પદાર્થને અવલંબીને ઉત્પન્ન થયેલું જ્ઞાન, વાંચી વાંચીને થયેલું જ્ઞાન, સાંભળી સાંભળીને થયેલું જ્ઞાન. અથવા આત્માનાં અવલંબને જે જ્ઞાન ઉત્પન્ન થવું જોઈએ . જ્ઞાન ભંડારના અવલંબને જ્ઞાનમાંથી જ્ઞાન આવવું જોઈએ, એને છોડીને અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં ખેંચાઈને જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને પરસત્તાવલંબી જ્ઞાન કહે છે, અને એ જ્ઞાન એને સારું લાગે, મીઠું લાગે વાહ ! મને ઘણું જ્ઞાન છે ! એ જ્ઞાન પણ જીવને મારી નાખે છે. આ વિદ્વાનોને ચેતવ્યાં છે.
ધર્મના ક્ષેત્રમાં બે પ્રકારની પ્રક્રિયાવાળા જીવો છે. જ્ઞાનની ક્રિયાવાળા અને શુભરાગની ક્રિયાવાળા - (એમ) બે પ્રકારનાં પરિણામ ક્રિયાવાળા જીવોની સ્થિતિ જોઈને આ વાત કરી છે. જે શુભરાગની ક્રિયા કરવાવાળા જીવો