________________
૧૭૦
પિરમાગમસાર-૨૪૧] રહે છે, એવું જ પરસત્તાવલંબી જ્ઞાન તેણે એની મીઠાશમાં રોકાઈને ચાલુ ને ચાલુ રાખ્યું છે અને તેથી એને પર તન્મયતા અને પર–સન્મુખતા ટળતી નથી અને સ્વ-સન્મુખતા એને થતી નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એ જીવને મારી નાખે છે. એટલે ભાવમરણ અને દ્રવ્યમરણનું એ કારણ થાય છે. તેથી ઊંધી દિશામાં એ વિષયને કિંમત આપીને જરાય આગળ વધવા જેવું નથી.
બોલો આપણે સાતમાંથી છ દિવસ (સ્વાધ્યાયના) કરવાં કે ન કરવાં? કરવા જોઈએ કે ન કરવાં જોઈએ ? એ તો બીજાં ધ્વનિની અપેક્ષાએ છે. આ Cross argument છે. એમ કહે છે કે ભગવાનની જે દિવ્યધ્વનિ છે એ એવી છે કે સાંભળનારા શ્રોતાઓને, ધર્મીને પણ એમ લાગે છે કે જાણે ભગવાન અમારા કાનમાં અમૃત રેડે છે ! અમૃતની ધાર કરે છે એમ લાગે છે. પણ એમ લાગવાનું કારણ બીજું છે. અંદરમાં જે આનંદ અમૃત છે ને! એનું એને લક્ષ થાય છે. અંતરલક્ષમાં એ વિકાસ કરે છે ને ! એટલે એના ઉપર આરોપ જાય છે.
ભગવાનની વાણીમાં જે પુણ્ય અતિશય છે (એટલે) મીઠાશ છે, અવાજની મીઠાશ જરૂર છે, અસાધારણ છે, અતિશય છે. જગતના કોઈ સ્વરમાં એવી મીઠાશ હોતી નથી. ભલે સંગીતના સ્વર(ને) લોકો સુસ્વર કહીને એની મીઠાશ માણતાં હોય અને કર્કશ દુસ્વરને કડવો ગણવામાં આવતો હોય તોપણ ભગવાનની જે વાણી છે એની મીઠાશ અલૌકિક મીઠાશ છે !
એવું હોવા છતાં પણ જે જીવો શુદ્ધોપયોગમાં ડૂબે છે, ત્યાં સમોસરણમાં પણ ડૂબે છે હોં...! સમોસરણમાં લાખો જીવો વારંવાર સ્વરૂપમાં ડૂબે છે - એ મીઠાશને છોડીને (ડૂબે છે) કે રાખીને ? એ ધીમી ધાર છે, અમૃતની ધાર છે એને છોડી દે છે કે નહિ ? એથી પણ વધારે અમૃતમય જે અંદરનું આનંદનું પરિણમન છે, એ ખરેખર અમૃત છે ! એમાં લીન થવામાં એ ભગવાનની વાણીને સાંભળવાનો એટલો કાળ છોડી દે છે. ઉપયોગ છૂટી જાય છે. સાંભળવાનો ઉપયોગ ત્યાં હોતો નથી.
પણ ભગવાન સામે બેઠાં છે, સંભળાવી રહ્યાં છે અને તું ઉપયોગ ન દે ? એ તો અવિવેક નહિ કહેવાય ? પણ ભગવાન વાણીમાં એમ કહે છે કે તું અંદરમાં લીન થા ! ભગવાનની આજ્ઞા પાળી એ જ ભગવાનનો