________________
૧૪૭
કહાન રત્ન સરિતા
દુર્લભ છે. અત્યારે વિશ્વમાં અબજો મનુષ્યો છે. એમાં વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રનો સંયોગ પામેલા કેટલાં ? બહુ ઓછા જીવો છે. હવે એ સંયોગ થયા પછી એનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરનારા જીવો કેટલાં ? કે આ વીતરાગતા શું ચીજ છે ? વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રમાં વીતરાગતા Common છે - સામાન્ય છે. દેવ-ગુરુ ને શાસ્ત્ર એ એના વિશેષો છે. દેવ-ગુરુ-શાસ્ત્ર તો વીતરાગતાના વિશેષો છે. ત્રણેમાં વીતરાગતા સામાન્ય છે. ખરેખર તો આમ છે. એ વીતરાગતાનું સ્વરૂપ દેવના નિમિત્તે, ગુરુના નિમિત્તે, શાસ્ત્રના નિમિત્તે સમજવાનો પ્રયત્ન કરનારા જીવો કેટલાં ? કે બહુ જ એની અલ્પ સંખ્યા છે. એવી પરિસ્થિતિમાં આ તક મળી છે. આ સમજવા યોગ્ય છે, આ ઓળખવા યોગ્ય છે એવી વાત કાંઈક વિચારની ભૂમિકામાં આવી ચૂકી છે, એવા સ્થાનમાં છે. એ તક બહુ દુર્લભ છે.
એ વિષયમાં એટલે સુધી પહોંચ્યા પછી એણે બરાબર (નિજ સ્વરૂપને) ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ, એટણે નિર્ણય કરવો જોઈએ. નિર્ણય થતાં એને અનન્ય રુચિ ઉત્પન્ન થશે, નિર્ણય કરતાં એને અંતર પુરુષાર્થની જાગૃતિ આવશે, ચૈતન્યવીર્યની સ્ફુરણા થશે. આપણે હમણાં જ બોલ આવી ગયો અને એ અવશ્ય સમ્યગ્દર્શન (પ્રાપ્ત કરશે). - માઠાં પરિણામ તો ક્ષણિક થાય છે અને એનું ફળ કેમ લાંબો કાળ છે ?
સુભૌમ ચક્રવર્તી ! એનું ૭૦૦-૮૦૦ વર્ષનું આયુષ્ય છે અને સાતમી નરકમાં ૩૩ સાગરના આયુષ્યમાં ગયા. હવે ૭૦૦ વર્ષમાં પણ અમુક બાળપણના વર્ષ હોય ત્યાં તો હજી ચક્રવર્તીપદ હોય નહિ એટલે એટલો તીવ્ર રસ પણ ન થાય. પણ એ ચક્રવર્તીપદનાં પુણ્યોદયની શરૂઆત થાય ત્યાર પછી એ રસ ચડે અને એ રસ ચડ્યાં પછી જે કાંઈ એ બાજુના તીવ્ર પરિણામ થયાં એટલાં મર્યાદિત વર્ષોમાં સાગરોપમનું નારકીનું આયુષ્ય બંધાણું ? કે એનું કારણ એ છે કે પરિણામ ભલે થોડો કાળ થાય છે (પણ) તેનું ફળ લાંબા કાળ સુધીનું હોય છે, એ પરમાત્માની કિંમત નહીં આંકવાનું કારણ છે. બીજી ભાષામાં એ પરમાત્માની ઉપેક્ષા કરવાનું, પ૨માત્માનો અનાદર કરવાનું એ કારણ છે, અનાદર થવાનું એ કારણ છે.
પ્રશ્ન :- પોતાના પરમાત્માના અનાદરની વાત છે ?
સમાધાન :- હા, પોતાના પરમાત્માની વાત છે. નિજ ૫૨માત્મતત્ત્વ,