________________
કહાન રત્ન સરિતા
૧૬૩ પણ એમાં પ્રવેશ તો ઓછામાં ઓછો કરી લેવો જોઈએ. જેથી જન્મ-મરણની જે અનંતતા છે, અનંતાનુબંધી કષાયની જે અનંતતા છે, કર્મ બંધાવાના પરંપરાની જે અનંતતા છે એ અનંતતાનો તો છેદ થઈ જાય. એ અંતમાં આવી જાય. પછી એને ખલાસ કરવું (એટલું અઘરું નથી.)
આટલું બધું એનું ફળ છે ! આટલું મોટું ફળ છે એવું જ્યારે લાગે છે) ત્યારે એ બધાં કાર્યોને ગૌણ કરીને આખા સંસારને ઊડાડીને - વૃત્તિમાંથી તો આખા સંસારને ઊડાડીને, જગત ઈષ્ટ નહિ આત્મથી' . એ વૃત્તિમાં આવીને એ સ્વ-કાર્યમાં અંતરંગ પુરુષાર્થ કરે છે). એને એમ લાગે છે કે આ તો કમાવાનો (કાળ છે). આત્માના આનંદને કમાવાનો કાળ છે, એમ લાગે છે. બહારમાં ધન રળવાનો કાળ છે એમ નથી (લાગતું).
એક બીજો ભાસ પણ એની અંદર (થાય) છે. એને એમ લાગે છે કે અત્યારે આ જીવને મનુષ્યભવ મળ્યો, મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થયો, આ મનુષ્યની દશા થઈ, ઉપરાંત સન્માર્ગના આંગણા સુધી આવવાનું થયું, આ સન્માર્ગ છે, સત્યમાર્ગ આ છે, ત્યાં સુધી પહોંચવાનું . સમજવાનું થયું - નક્કી આ ભવ ભવના અભાવ માટે જ આવેલો છે ! એને એવો અંદરથી ભાસ આવી જવો જોઈએ કે હવે મારું ભવ ભ્રમણ ખલાસ થવાનું છે, એ) નિશ્ચિત વાત છે. એટલા માટે જ આ બધી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, નહિતર આ પરિસ્થિતિ ઊભી થાય નહિ. એમ એને લાગવું જોઈએ.
જૈન દર્શનમાં કે અજૈન દર્શનમાં ધર્મના ક્ષેત્રમાં તો અનેક જીવો પ્રવૃત્તિ કરે છે, પણ જૈન દર્શનમાં રહેલાં પણ સન્માર્ગને પ્રાપ્ત થતાં નથી. તો અજૈન દર્શનમાં તો એ માર્ગ જ નથી (એટલે) પ્રાપ્ત થવાનો પ્રશ્ન રહેતો નથી. તો પછી મને સન્માર્ગ મળ્યો આ સન્માર્ગ છે એમ મને જાણવામાં મળ્યું, મારાં શ્રદ્ધા અને જ્ઞાનની સમક્ષ એ વાત આવી, એને એમ અંદરથી ભાસવું જોઈએ . ભણકાર આવવો જોઈએ કે ખરેખર મારું હિત કરવાનો પૂરેપૂરો સમય અને પૂરી તક મને મળી છે અને તેથી હવે આત્માનો આનંદ ન મળે ત્યાં સુધી હું જંપીશ નહીં ! એટલો અંદરથી ઉપાડ આવે, એની ધગશ ઊભી થાય તો એ એને ચૂકે નહિ, નહિતર એ મનુષ્યભવને ચૂકી જાય છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે. આ તો સંકેત કર્યા છે
ગુરુદેવશ્રીએ, પોતાના હિતના માર્ગે ચડે એવા જીવના પરિણામ કેવા