________________
કહાન રત્ન સરિતા
૧૪૫
લાખોની દોલત મેં છોડી !' એમાં એણે લાખોની દોલતની કિંમત એમ ને એમ રાખી છે. મેં આટલો મહાન ત્યાગ કર્યો !' એણે જેનો ત્યાગ કર્યો છે એની મહાનતા ઊભી રાખી છે. એની એણે અધિકાઈ રાખી છે. જ્યાં સુધી એની કિંમત; સ્વરૂપની ઓળખાણથી સ્વરૂપની કિંમત આવે એ પૂર્વેક ન જાય, ત્યાં સુધી આ વિષયમાં સમ્યક્ પ્રકારે જે કાર્ય થવું ઘટે (એ થતું નથી). ધર્મના વિષયમાં, ધર્મની બાબતમાં સમ્યક્ પ્રકારે જે કાર્ય થવુ ઘટે એ પ્રકાર ઉત્પન્ન થતો નથી. એક દૃષ્ટિએ જોઈએ તો આ બોલ બહુ મહત્ત્વનો છે ! બહુ મુદ્દાનો બોલ છે !! તમામ પરિણામનો આધાર
સોળ સહસ ક
કિંમત કરવા ઉપર છે.
મુમુક્ષુ :- પૈસાની કિંમત થાય છે ને કરીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :- એ તો દુનિયા આખી કરે છે, એમાં નવું શું છે ? વીતરાગી માર્ગની વાત લૌકિક નથી પણ અલૌકિક છે ! લૌકિકમાં તો પૈસાની કિંમત થાય જ છે અને પુણ્યના ફળમાં સ્વર્ગમાં જાય છે ત્યારે તો અહીંના પૈસા ને અહીંના સંયોગો તો એની પાસે કાંઈ નથી, એટલી બધી ત્યાં વૈભવશાળી પરિસ્થિતિ છે. પૌદ્ગલિક વૈભવ એટલો છે. પણ તેથી શું ? (એમ) કહે છે. અનંતવાર એ બધું થઈ ચૂક્યું છે.
આ જીવને હલકામાં હલકા, દરિદ્રમાં દરિદ્ર સંયોગો અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ (પુણ્ય) - મિથ્યાદ્દષ્ટિને બધાંય (એવાં) પુણ્ય; સમ્યક્દષ્ટિનાં પુણ્ય તો જુદાં છે; મિથ્યાદ્દષ્ટિને જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય એ બધાં પરિણામ અને એનાં બધાં ફળ એ બધું થઈ ચૂક્યું છે પણ એને ક્યાંય સુખ નથી થયું. એ બધું થવા છતાં એને ક્યાંય સુખ થયું છે એ પ્રશ્ન નથી. કેમ નથી થયું ? (કેમકે) પોતાનું મહાન અદ્ભુતથી અદ્ભુત જે શુદ્ધાત્મસ્વરૂપ છે. સિદ્ધ સમાન ૫૨માત્મસ્વરૂપ છે, એ સ્વરૂપની એણે કદી કિંમત આંકી નથી. એની કિંમત એને આવી નથી કેમકે એની ઓળખાણ એને થઈ નથી અને તેથી એ કોઈને કોઈ બહાને ધર્મને બહાને કે બીજાં કોઈપણ પ્રકારે અન્ય દ્રવ્ય ને અન્ય ભાવની, પ૨ પદાર્થની ને ૫૨ભાવની જ કિંમત આંકીને રોકાયેલો છે.
-
જ્યાં સુધી આ કિંમતનો મુદ્દો યોગ્ય સ્થાનમાં ન ગોઠવાય ત્યાં સુધી પોતાના હિતના વિષયમાં એક તસુ, એક દોરાવો પણ આગળ વધવાનો