________________
૧૪૧
કહાન રત્ન સરિતા ફળ મળે ?
સમાધાન :- અનુમોદના શેની કરે છે ? પાપ પરિણામની કરે છે કે એણે અર્પણતા કરી એની કરે છે ? જો અર્પણતાની અનુમોદના કરે છે કે સારી અર્પણતા છે, તો તે પ્રકારનું તેને પુણ્ય બંધાશે અને એનું પણ નામ થયું અને મારું પણ નામ થવું જોઈએ . આવું મારું નામ ક્યારે ગાજે? આ ભાઈ વાપરે છે ને એનું નામ ચારેકોર બોલાય છે. બધી જગ્યાએ એનું નામ બોલાય. એકે-એક વાતમાં એનું નામ બોલાય, બધે પૈસા આપે . આપણે એવું ક્યારે કરીએ કે આપણું નામ બધે બોલાય ! એવા પ્રકારના પરિણામથી પાપ બંધાય. અને અર્પણતા કરે છે એવા અર્પણતાના ભાવ પોતાના થાય કે આવા સન્માર્ગનો ઉદ્યોત કરવા માટે પેટે પાટા બાંધીને પણ આ કાર્ય કરવા જેવું છે. એ સમર્પણ ભાવ આવે છે. કરવું, કરાવવું ને અનુમોદવું એ સારું છે.
મુમુક્ષુ :- વગર પૈસાએ અનુમોદના થાય ! પૂજ્ય ભાઈશ્રી :- એટલે શું માયાચાર કરવો છે ? આપણે પૈસા) બચાવો અને બીજાને (અનુમોદન કરો) !! આમાં કર્મ છે ને એને શરમ નથી. બહારમાં બીજાને શરમ થાય કે આ ભાઈ જરા મોટાઈવાળા છે ને આપણે એને ક્યાં કહીએ ! સારું નહિ લાગે. પણ જે કર્મનાં પરમાણું છે એ કોઈની શરમ રાખતાં નથી. જેવાં પરિણામ થાય તેવા કર્મનાં બંધન થાય છે. એમાં કુદરતને ફેરવી શકાતી નથી, કુદરતને રોકી શકાતી નથી, એમ છે. બહારમાં સારો દેખાવ કરે અને અંદરમાં માયાચારનાં પરિણામ હોય, એટલે એ પ્રકારે જગતનાં બીજાં જીવો - ભોળા જીવો છેતરાશે પણ (કર્મ નહિ છેતરાય).
અહીંયા તો એમ કહેવું છે કે અંતર - બાહ્ય સતુને માટે આખું જગત વેચાઈ જાવ, જગતમાં કોઈની દરકાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. (અંદરમાં) પોતાના સત્ સ્વરૂપની પ્રાપ્તિ માટે અને બહારમાં સહુને વળગવા જતાં આખા જગતનું નુકસાન થાય (એટલે) પોતાના કબજામાં હોય એ બધું ચાલ્યું જાય, આખું જગત ચાલ્યું જાય તો એને જતું કરી શકાય પણ આત્માને - સને જતું ન કરાય. આ (વાત) છે કે જે સતુને વળગ્યાં છે ને સતુને માટે જ જેઓ ઝૂર્યા છે, સતુને માટે જેઓ પૂરી કુરબાની કરવાં