________________
૧૨૪
[પરમાગમસાર-૨૨૮]
બોલાવે તો પણ તારે બોલવવાનું કામ શું છે ? તારે ‘ભાઈ’ કહેવડાવવું છે શું કરવા ? આ સવાલ છે. અને આ ‘ભાઈ’ કહેવડાવવામાં આખે આખો તું મરી જાય છે એનું શું પણ હવે ? ‘ભાઈ' કહેવડાવવાં જાતાં આ તારી હત્યા થાય છે ! તારા ચૈતન્ય પ્રાણની, જ્ઞાન-આનંદના પ્રાણની હત્યા થાય છે !!
ગુરુદેવ એક કાળિયા કૂતરાનો દાખલો આપતા ખબર છે ? ઘરમાં દેરાણી-જેઠાણી ઝઘડે તો ગાળો દે કે “તું કાળિયા કૂતરાની વહુ છે.' ઓલો કાળિયો કૂતરો બહાર બેઠો બેઠો સાંભળે કે આ આપણને બહુ સારી વાત કરે છે ! (એ) ક્યાંય ખાવા ન જાય ! કોઈ ઘરે ન જાય ત્યાં ને ત્યાં જ બેસી રહે. (બીજા) બેચાર કૂતરા મળ્યાં (એ લોકોને એમ થયું) કે આ દૂબળો પડી ગયો ને હાડકાં દેખાવા માંડ્યાં, (આ બધું) શું છે ? ત્યારે આ કાળિયા કૂતરાએ કહ્યું) ‘ભલેને હાડકાં દેખાય મારે તો અહીંયા જ બેસી રહેવું છે, ખાવા પણ જાવું નથી.' (પેલા એ પૂછયું) કેમ ? (તો કહે) ‘આવું સાંભળવા મળે છે !' એમ આ ભાઈ ને ભાઈ’ સાંભળવા મળે છે ને ! એમાં એનો ભૂકો નીકળી જાય છે (એની) એને ખબર પડતી નથી. ભાઈને ‘ભાઈ’ સાંભળવા મળે છે એમાં આ દશા છે, ભાઈ ! કાળિયા કૂતરા જેવી એની દશા છે !
બાકી મનુષ્ય પર્યાયમાં માન છે (એ) મારી નાખે ! માન છે એ મારી નાખે ! (શ્રીમદ્જી લખે છે) ભાન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત.’
પ્રશ્ન :- માન પછી અહમ્ આવતો હશે ને
સમાધાન :- એ અહમ્ એ પોતે જ માન સ્વરૂપે છે. માનમાં ને અહમાં શું (ક્યાં) ફેર છે. અહમ્ કહો કે માન કહો બધું એક જ છે. આ તો પૈસાની સાથે સાથે માન મળે છે ને ! (પણ) ઘણાં પૈસાવાળાને માન નથી મળતું. એનું ઉપનામ બીજું જ હોય પાછું ! જે અપમાન સ્વરૂપે હોય ! એટલે એ તો એ જાતની કર્મ પ્રકૃતિનો ઉદય હોય (એટલે એવું હોય). (બાકી એમ પણ બને) ઓછા પૈસા હોય, પૈસા ન હોય તો(પણ) માનપાન મળે. જે તે ક્ષેત્રમાં કામ કરતાં હોય ત્યાં માનપાન મળે.
જગતમાં અનેક પદાર્થો ખરીદવાનું માધ્યમ જે નાણું છે, ચલણ છે, પૈસો છે. અનેક ચીજોની, સર્વ ચીજોની ખરીદી થાય છે. એટલે એની મુખ્યતા છે અને તે તે ચીજોથી પોતાની અનુકૂળતાઓ સચવાય છે અને પ્રતિકૂળતાઓ