________________
કહાન રત્ન સરિતા
૧૩૫
સાવધાન થા, એમ કહેવું છે. એમાંથી તાત્પર્ય એ નીકળે છે. પૂરા ઉદ્યમથી જો સાવધાન થઈને સ્વકાર્યમાં પ્રવૃત્તિ કરવામાં આવે તો એની સફળતા થાય, થાય ને થાય જ. એ Guaranteed વાત છે. કેમકે એ સ્વાધીન પુરુષાર્થ છે.
એમાં એવું નથી કે કોઈ પૂર્વકર્મ એવા બંધાયા હોય તેથી એમ ન થઈ શકે, એવું નથી. ચારે ગતિમાં સમ્યક્દર્શન (થાય છે). સાતમી નરકમાં ગયો હશે તેણે કેવાં આકરાં કર્મ બાંધ્યા હશે ? જે જીવ સાતમી નરકમાં ઊપયો એણે કેવાં આકરાં કર્મ બાંધ્યાં હશે ? છતાં ત્યાં સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ છે કે જ્યારે આ જીવ સ્વકાર્યમાં ઉદ્યમવંત થાય છે ત્યારે પૂર્વ કર્મ છે. એના ઉદયથી એ ભિન્ન પડી શકે છે. વર્તમાનમાં જો પુરુષાર્થ કરવામાં આવે, એ તો સહજ છે પણ કરવામાં આવે એમ કહેવાય છે, પૂર્વકર્મના ઉદયથી બરાબર ભિન્ન પડી શકે છે. ભિન્ન થઈને પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે છે, બરાબર કરી શકે છે.
મુમુક્ષુ :- સંયોગોમાં દુ:ખ છે પણ રાજીપો મનાઈ જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- સંયોગોમાં દુઃખ છે એટલે સંયોગો પ્રત્યેના પરિણામને લઈને દુઃખ છે. સંયોગોની અનુકૂળતાવાળા પરિણામથી દુ:ખ છે અને જે સંયોગોને પ્રતિકૂળ માને છે એ તો પ્રત્યક્ષ દુઃખી થાય જ છે. એ તો દુઃખની કલ્પનાને લઈને જ પરિણમે છે.
અહીં તો ભગવાન કહે છે કે સુખની કલ્પના લઈને પરિણમતા જીવો - કહે અમારે હામ, દામ ને ઠામ છે ! કોઈ વાંધો નથી ને કોઈ તકલીફ નથી અને જેટલાં પાસા નાખીએ એટલાં અમારે સવળાં પડે છે. (કૃપાળુદેવનાં પદમાં) આવે છે ને ? ‘પાસા બધાં સવળાં પડે, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને.' જેનાં બધાં અવળાં નાખ્યાં સવળાં પડે ! ઠીક ! પુણ્યનો ઉદય હોય એ પ્રકારે બધાં સોગઠાં ગોઠવાય છે. આ ધણી થઈને સવાર થઈ જાય છે કે આ મેં કર્યું ને મારી બુદ્ધિચાતુર્યથી મેં કર્યું. એ વાત
જરાય માલવાળી નથી.
(કૃપાળુદેવે) બહુ નાની ઉંમરમાં એ કાવ્ય લખ્યું છે. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને.' એમાં બધાં દૃષ્ટાંત એ લીધાં છે કે જગતમાં પુણ્યવંત જીવોનાં અનેક પ્રકારે ભેદ છે. રાજા છે, શેઠીયાઓ છે, રાજકારણીઓ છે (એમ) બધાં પ્રકાર લીધાં છે. બધી સત્તા મળે છે. પણ એટલી ઝડપથી