________________
૧૩૬
[પરમાગમસાર-૨૩૩] કાળનો પ્રવાહ વહે છે કે એક સેકંડમાં અસંખ્ય સમય જાય છે. કરોડો. અબજો સમય નહિ, અબજોના અબજો નહિ પણ અસંખ્ય સમય જાય છે. એક સેકંડમાં એટલી ઝડપથી કાળનું ચક્ર છે એ ફરે છે, એની સામે આ ઘડિયાળના કાંટા તો બહુ ચૂળ ફરે છે. એ કાળના પ્રવાહને કોઈ રોકી શકે એમ નથી. સો-પચાસ વર્ષની જિંદગીમાં ધા-ઉધામાં પાર વગરનાં કરે અને આયુષ્ય પૂરું થવાનો સમય આવતાં વાર લાગતી નથી.
કહે છે કે એ જીવ તક ચૂકી ગયો. આવા મનુષ્ય પર્યાયમાં જ્યાં સત્ દેવ, ગુરુ, શાસ્ત્ર ને સાચાં સિદ્ધાંતો, આત્માનું હિત થાય એવું સર્વ પ્રકારનું બહારનું બધું વાતાવરણ સરખું હોવા છતાં પોતાના હિતનું કાર્ય છોડીને બીજે લાગે (એટલે કે અહિતના કાર્યમાં જાય (તો) એનાથી તો અહિત થવાનું છે. એને મૂર્ખ ન કહેવાય, પાગલ ન કહેવાય તો બીજું શું કહેવાય ? એમ કહે છે. એ જરૂર મૂર્ખ છે અને જરૂર પાગલ છે. એ ૨૩૩ પૂરો) થયો.
- નિજાવલોકનરૂપ પ્રયોગ, પરલક્ષ મટાડવા અર્થે અને સ્વલક્ષ થવાના હેતુથી અનુભવી મહાત્માઓએ બોધ્યો છે. તેમાં પ્રગટ ભાવોના અવલોકનના અભ્યાસ દ્વારા, સ્વભાવના અવલોકન સુધી લઈ જવાનો આશય છે. મુમુક્ષુ જીવે આ પ્રકારે માર્ગ સુધી પહોંચવા પ્રયાસ કરવા યોગ્ય છે. –પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૯૧૯)