________________
૧૩૪
[પરમાગમસાર-૨૩૩]
જેટલી કોઈ ક્રિયા છે - વિકલ્પ-વિચારથી માંડીને મન-વચન-કાયાની જેટલી ક્રિયા છે, તે બધી બાહ્ય ક્રિયા છે. અંદરથી આત્મા ફરે નહિ ત્યાં સુધી કોઈ ચીજ એને પોતાને કામની નથી, એવું છે. અંદરથી આત્મા ફરી જવો જોઈએ.
આ જગતમાંથી સુખ લેવા માટે જેને કાંઈ પ્રયત્ન કરવો નથી, ઠીક ! અને જે કાંઈ પ્રયત્ન છે - પુરુષાર્થની મૂડી છે, એ અંદરમાંથી શાંતિ - ગુણમાંથી શાંતિ પ્રાપ્ત કરવા માટે એનો ઉપયોગ કરવો છે. પુરુષાર્થ તો શક્તિ છે ને ! ગુણમાંથી શાંતિ પ્રગટ કરવા જેને શક્તિનો ઉપયોગ કરવો છે અને કોઈ બીજી રીતે - વિકલ્પથી, વિચારથી, કોઈ શુભભાવથી, કોઈ અન્ય પ્રકારના પરિણામથી, અન્ય દ્રવ્યથી, અન્યભાવથી ક્યાંય શાંતિ નથી. એવું જેને યથાર્થ બેસી ગયું છે, એટલે (ગુણમાંથી સુખ લેવા) બાજુનો પ્રયત્ન કર્યો છે - એવું યથાર્થ બેસી ગયું હોય તો એનો એ બાજુનો પ્રયત્ન ચાલે નહિ, ઊંધો પ્રયત્ન ચાલે નહિ ને સવળો જ ચાલે, ત્યારે એનો જન્મ-મરણનો નાશ થાય.
# # # #su #g
ભૂતકાળના પૂર્વ ભવોમાં કાંઈ શાસ્ત્રો નહિ વાંચ્યાં હોય ? સ્વાધ્યાય નહિ કર્યો હોય ? પૂર્વાનુપૂર્વ રીતે બહારમાં તો બધું જ કર્યું છે. પણ જે નથી કર્યું એ અંતર્મુખ થઈને મિથ્યાત્વનો નાશ નથી કર્યો. એટલે જન્મમરણની ડાંગુ તોળાઈ રહી છે, એમ કહે છે. ક્યારે પડશે, આયુષ્ય ક્યારે પૂરું થશે એ ખબર નથી અને છતાં પણ જન્મ-મરણનો નાશ કરવાના પ્રયત્નને બદલે સંયોગની પાછળ દોડ મૂકે છે, ઉદયમાન સંયોગોમાં તન્મય થઈને પરિણમે છે અને એમાં અનુકૂળતાની કલ્પના માને છે. સંયોગોમાં રાજીપાનો અર્થ એટલો છે કે જે કાંઈ ઉદય છે, એમાં એની ઠીકપણાની (કલ્પના ચાલે છે) કે ઠીક છે, આ મને ઠીક છે, આટલું તો ઠીક છે, આમ એની હયાતી સ્વીકારે છે, સંયોગની હયાતી સ્વીકારે છે. એમાં પોતાના શુદ્ધ-બુદ્ધ ચૈતન્યની હયાતી સ્વીકારતો નથી, એનો અનાદર છે, એ પાગલપન છે, ગાંડપણ છે, મુર્ખાઈ ભરેલું છે - એમ કહેવાય ને ? પાગલ છે અથવા મૂર્ખ છે. આવી વાત છે.
એમ કહીને એમ કહે છે કે જાગૃત થઈને તું તારા સ્વરૂપ પ્રાપ્તિના પ્રયત્નમાં લાગ ! અને બીજી બધી દિશાથી, બીજાં બધાં કાર્યોથી ઉદાસ થઈ જા ! સાવધાની છોડીને ઉદાસ થઈ જા ! એક સ્વકાર્યમાં - નિજકાર્યમાં