________________
કહાન રત્ન સરિતા
૧૨૭ કેટલી ? માલમાં કેટલી ? બેંકમાં કેટલી ? એના ભાનમાં જ રહે છે કે - ‘હું આટલો,’ ‘હું આવો, “હું આટલાંવાળો. આટલાંવાળો.’ કહે છે કે, પોતાપણે એની હયાતીનું ભાન એ તારા ભાનને ભૂલવા માટે ઊભું થાય છે. તારા ભાનમાં એ નથી ને એના ભાનમાં તારું ભાન નથી ! આ પરિસ્થિતિ થાય છે.
એટલે એમ કહે છે કે જ્યાં સુધી પૈસામાં સુખ નથી એમ ભાસે નહિ, અંતરમાં ભાસે નહિ હોં ! ઉપરથી કહે એમ નહિ, શાસ્ત્રના આધારે કહે એમ નહિ, ન્યાયથી વિચારીને હા પાડે એટલું પણ નહિ. નહિતર અહીંયા સુધી તો આપણે ત્યાં ચાલે છે. ગુરુદેવની કૃપાથી આપણે ત્યાં મુમુક્ષુઓ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, વળી વિચારીને ન્યાયથી સંમત કરીને કહે છે કે બરાબર છે . સુખ આત્મામાં છે અને બાહ્ય પદાર્થમાં સુખ નથી. એ સાચું કીધું કે નહિ ? (કહે છે કે, અંતરમાં ભાસે નહિ ત્યાં સુધી એની કીધેલી વાત સાચી નથી. ભલે સાચું કહે તોપણ) સાચું નથી. કોઈ સાચું કહે માટે સાચું છે - એમ અહીંયા નથી. પણ આવું તો ચોખ્ખું સાચું કહ્યું છે માટે આ સાચા નહિ ? એમ એને અંતરમાં ભાસ્યું છે કે નહિ એ વાત પહેલી જોવી જોઈએ.
પોપટ પણ બે ને બે ચાર બોલે. પોપટને શિખડાવી દો તો બે ને બે ચાર... બે ને બે ચાર... એમ ન કહે ? તો એનો બે ને બે ચારનો સરવાળો સાચો કે નહિ ? પણ એને ખબર નથી કે એ સરવાળો છે કે શું છે ? એ તો જેટલું ગોખાવ્યું તેટલું બોલે છે. એમ શાસ્ત્રથી કોઈ જીવ આ વાતને) વિચારથી સંમત કરી લે, ગોખે, શીખે, પઢે, ત્યાં સુધી નહિ પણ વિચારથી સંમત કરી લે, છતાં અંતરંગમાં ભાસે નહિ હતો એ વિચારથી સંમત કરેલું પણ સાચું નથી. અહીંયા એક શબ્દ બહુ સારો લીધો છે . એમ અંતરમાં ભાસે નહીં. એમ લેવું છે. આ એની વાસ્તવિકતા છે.
અંતરમાં ન ભાસે તો તેણે વિચારથી, ન્યાયથી, આગમથી, તર્કથી, તર્કણાથી શુદ્ધ કરીને - તર્કશુદ્ધ રીતે એણે માન્યું હોય તોપણ અહીંયા (એની) એ વાતને ગણતરીમાં લેવામાં આવતી નથી કે, એણે માન્યું છે. એમ ગણાય નહિ, એમ કહે છે. અને ત્યાં સુધી એને એનો લાભ થાય નહિ. એટલે કે ત્યાં સુધી આ જીવ પડખું ફેરવીને (અર્થાતુ) બહિર્મુખ પરિણમી રહ્યો છે,