________________
કહાન રત્ન સરિતા કેમ બરાબર છે ? એનો એને પ્રયાસ ચાલવો જોઈએ.
જો એ રીતે વિચારીને નિર્મૂલ્ય કર્યું હોય તો જ્ઞાનમાં મલિનતા ન રહે, (તે) ભૂમિકાની હોં ! અને એ જ્ઞાનમાં પોતાનો જ જ્ઞાન - સ્વભાવ શું છે ? કેવો છે ? એ પ્રતિભાસ થવાનો અવસર આવે અને એક વાર જો એ પોતાના નિધાનને જોવે, કે કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય મંડિત મારું સ્વરૂપ છે, તો એને જગતના કોઈ પદાર્થો મૂલ્યવાન ભાસે નહિ. નિર્મુલ્ય ભાસે છે. આખી દૃષ્ટિ ત્યાંથી ફરે છે.
(માટે કહે છે કે, એક વાર આત્માના નિધાનને દેખે તો એટલી મહત્તા આવે, એટલી મહત્તા આવે કે એક પલ્લામાં પોતાનો આત્મા. ત્રાજવાના એક પલ્લામાં પોતાનો આત્મા અને બીજા પલ્લામાં ત્રણ કાળ ત્રણ લોક (રાખવામાં આવે તો) એ ઉલડી જાય છે ! ફેંકાઈ જાય છે એ પલ્લું ! આ એવું વજનથી બેસી જાય છે કે એને તોળવા જાય તો આત્માનું પલ્લુ બેસી જાય છે અને બીજું પલ્લું ઉલડી જાય છે ! આવો અનંત મહિમાવંત આત્મા છે !! (તેથી) બહારના નિધાનોની નિમૂલ્યતા એને ભાસ્યા વિના રહે નહિ. એ ૧૦૦ નંબર થયો.
- નિજાવલોકનરૂપ પ્રયોગ, પરલક્ષ મટાડવા અર્થે અને સ્વલક્ષ થવાના હેતુથી અનુભવી મહાત્માઓએ બોધ્યો છે. તેમાં પ્રગટ ભાવોના અવલોકનના અભ્યાસ દ્વારા, સ્વભાવના અવલોકન સુધી લઈ જવાનો આશય છે. મુમુક્ષુ જીવે આ પ્રકારે માર્ગ સુધી પહોંચવા પ્રયાસ કરવા યોગ્ય છે. –પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૯૧૯)