________________
૧૨૦
[પરમાગમસાર-૨૨૦] જોઈએ. અથવા ઇષ્ટ–અનિષ્ટપણું થયું એમાં ભ્રમ શું? એણે તપાસવું જોઈએ. કેમ આવો ભ્રમ થયો ? જે પરિણામમાં એ ઊભો છે, એ પરિણામનું એણે પૃથ્થકરણ કરવાં ઊંડું ઊતરવું જોઈએ. આમ થવાનું કારણ શું ? આ ચીજ સારી લાગી એમાં સારાપણું શું છે ? એ તપાસવું રહ્યું. આ ચીજ ખરાબ લાગી એમાં ખરાબ પણું છે ? એ તપાસવું રહ્યું. જો તેમાં સારાપણું કે ખરાબપણું તપાસતા માલૂમ પડતું નથી, તો તે પ્રકારનું પરિણામ થાય છે એ ભ્રમણાથી થાય છે. એ તપાસણીમાં ઊતરે ત્યાં એનો જે દર્શનમોહ છે એ શિથિલ થઈ જાય છે. * એક ચીજને રસથી ભોગવવામાં આવે અને એના બદલે તે જ ચીજના ભોગવટાના પ્રસંગે જીવ એની તપાસણીમાં જાય (તો) એના રસને તોડવાનું (કાર્ય, એ વસ્તુના સ્વરૂપજ્ઞાનના આધારે ઉત્પન્ન થાય છે. પર રસ તટવો, એ સ્વરૂપજ્ઞાનને અનુસરીને તૂટવો, વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન કરીને એ રસને તોડવો, તે પદ્ધતિ “સમ્યફ છે.
અન્ય પ્રકારે તો વૈરાગ્ય લાવીને અન્યમતિઓ પણ પરરસ અને પરવિષયના રસને તોડે છે, ઉદાસ થાય છે. પરમતિની અંદર એવા માણસો હોય છે ! તમે પરિચયમાં આવો કે જોવો તો એમ લાગે કે ઉદાસીનતાની તો મૂર્તિ છે ! એમ લાગે. ઉદાસ...ઉદાસ...ઉદાસ...ઉદાસ... ક્યાંય રસ પડે નહિ. પણ એ ઉદાસીનતાનો આધાર શું છે ? આટલી વાત છે. એ ઉદાસીનતાનો આધાર સ્વ.પર વસ્તુના સ્વરૂપનું જ્ઞાન છે ? કે આમ ઉદાસ રહેવા યોગ્ય છે, એવો એક સંકલ્પ છે એના આધારે એ ઉદાસ છે ? બસ ! આટલી વાત છે.
માણસ એમ કલ્પ છે કે હું તો સાધુ અથવા હું તો સાધક, લ્યો ! સાધુ નહિ, હું તો સાધક છું, અને સાધક છું એટલે મારે ઉદાસ રહેવા યોગ્ય છે. મને ક્યાંય આકર્ષણ થાય એ સાધકને અનુકૂળ નથી, આમ વિચારી ત્યે. સાધક જીવને તો ઉદાસ રહેવું એ યોગ્ય છે અને ક્યાંય આકર્ષણ પામવું તે યોગ્ય નથી, એવા એક રાગના આધારે ઉદાસ થાય તો એ) લાંબુ નહિ ટકી શકે. બહુ બહુ તો તદ્ભવ પૂરતું. (એવા મંદ કષાયના) ફળમાં બીજા ભવમાં જાય ત્યાં) એના પરિણામ ફરી જશે. પણ જેણે સ્વભાવનો–આધાર લીધો હશે, વસ્તુના સ્વરૂપનો આધાર લીધો હશે (તો) એ આધાર નહિ